Mon,09 December 2024,1:26 pm
Print
header

ગુજરાત સરકારની GST ની આવકમાં ધરખમ વધારો, આંકડો વધીને 6100 કરોડ રૂપિયાને પાર પહોંચ્યો

અમદાવાદઃ સ્ટેટ જીએસટીની આવકમાં આ વખતે પણ ધરખમ વધારો થયો છે, રાજ્ય સરકારની જીએસટીની આવક 18 ટકા વધીને 6100 કરોડ રૂપિયાને પાર પહોંચી છે.

ઓક્ટોબર મહિનામાં જીએસટીની આવકમાં 18 ટકાનો વધારો થયો છે. જીએસટીની આવક 6 હજાર 146 કરોડ રૂપિયા થઈ છે. રાષ્ટ્રીય સ્તરે 9 ટકાની સામે ગુજરાતમાં 18 ટકાનો મોટો વધારો થયો છે. ગુજરાતમાં વેટની આવક 2 હજાર 584 કરોડ રૂપિયા થઈ છે. વ્યવસાય વેરાની આવક 28 કરોડ થઇ છે. ઓક્ટોબર મહિનામાં રાજ્યને 9 હજાર 744 કરોડ રૂપિયાની આવક થઇ છે. ચાલુ વર્ષમાં રાજ્યને 67 હજાર 981 કરોડની આવક થઇ છે.

ઓકટોબર મહિનામાં નવરાત્રીથી દિવાળી સુધીની તહેવારોની સિઝનને કારણે લોકોને મોટી ખરીદી કરી હતી, જેને કારણે જીએસટીની આવક વધી છે. કેન્દ્ર સરકારની જીએસટીની આવક 1.87 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી છે. ગત વર્ષે આ સમયે સરકારની આવક 1.72 લાખ કરોડ રૂપિયા હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch