Wed,15 July 2026,12:19 am
Print
header

ST કર્મચારીઓ માટે આનંદના સમાચાર, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો, એરિયર્સ પણ મળશે

  • Published By
  • 2026-06-30 17:37:30
  • /
  • હવે 55% ને બદલે 58% DA મળશે.
  • આ નિર્ણયથી એસટી નિગમ પર અંદાજે રૂ. 24 કરોડથી વધુનો વધારાનો વાર્ષિક આર્થિક બોજ પડશે.

ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (ST)ના હજારો કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એસટી નિગમના કર્મચારીઓના હિતમાં એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે.

આ નિર્ણય પહેલાં એસટી નિગમના કર્મચારીઓને 55 ટકા લેખે મોંઘવારી ભથ્થું મળતું હતું. હવે તેમાં 3 ટકાનો વધારો થતાં કર્મચારીઓને 58 ટકા મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. આ નિર્ણયનો લાભ એસટી નિગમના તમામ પાત્રતા ધરાવતા કર્મચારીઓને મળશે.

અગાઉના સમયગાળાની વધારાની રકમના બાકી રહેલા એરિયર્સ પણ કર્મચારીઓને ચૂકવવામાં આવશે. જેના કારણે કર્મચારીઓના આગામી પગારમાં મોટો આર્થિક ફાયદો જોવા મળશે.


સરકારે સત્તાવાર રીતે જણાવ્યું છે કે આ નિર્ણયના અમલીકરણ માટેના વિગતવાર આદેશો ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. કર્મચારીઓના કલ્યાણને પ્રાથમિકતા આપતા સરકારના આ નિર્ણયને એસટી કર્મચારી સંગઠનો અને કર્મચારીઓ દ્વારા આવકારવામાં આવ્યો છે અને આ નિર્ણય તેમના માટે મોટી આર્થિક રાહત સમાન સાબિત થશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch