Thu,30 March 2023,7:54 am
Print
header

અમેરિકામાં મૂળ ભારતીયોનો દબદબો, બાઇડેને બે ભારતીય અમેરિકનોને સલાહકાર સમિતિમાં કર્યાં સામેલ

(મનિષ બાપના અને રેવતી અદ્વૈતીનો ફોટો)

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને બે ભારતીય-અમેરિકનોને સલાહકાર સમિતિમાં સામેલ કર્યાં છે. ફ્લેક્સના સીઈઓ રેવતી અદ્વૈતી અને નેચરલ રિસોર્સિસ ડિફેન્સ કાઉન્સિલના સીઈઓ મનિષ બાપનાની વેપાર નીતિ અને વાટાઘાટો અંગેની સલાહકાર સમિતિમાં નિમણૂંક કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિ જો બાઇડેને યુએસ સલાહકાર સમિતિમાં 14 લોકોની ટીમની જાહેરાત કરી છે. જેમાં રેવતી અદ્વૈતી, મનિષ બાપના, ટિમોથી માઇકલ બ્રધર્સ, થોમસ એમ કોનવે, એરિકા આરએચ ફૂચ, માર્લોન ઇ.કિમ્પસન, રાયન, શોન્ડા યવેન્ટે સ્કોટ, એલિઝાબેથ શૂલર, નીના ગ્લોસબર્ગ-લેન્ડિસ અને વેન્ડેલ પી. વીક્સનો સમાવેશ થાય છે. આ સમિતિ યુ.એસ. વેપાર નીતિના વિકાસ, અમલીકરણ અને વહીવટની બાબતો સલાહ પૂરી પાડશે. 

વ્હાઇટ હાઉસે જણાવ્યું કે, 2019 માં ફ્લેક્સના સીઇઓ તરીકેનો કાર્યભાર સંભાળ્યાં પછી અદ્વૈતીએ કંપની બાબતોમાં મોટું કામ કર્યું છે અને હવે યુએસ સરકાર માટે કામ કરશે.તેમને ફોર્ચ્યુનની શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યાં હતા. બિઝનેસ ટુડેની સતત ચાર વર્ષ સુધી ભારતની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

મનિષ બાપના નેચરલ રિસોર્સિસ ડિફેન્સ કાઉન્સિલના પ્રમુખ અને સીઇઓ છે, એનઆરડીસીએ પર્યાવરણીય સિદ્ધિઓ લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમની 25 વર્ષની કારકિર્દીમાં, બાપનાની નેતૃત્વની ભૂમિકાઓએ ગરીબી અને આબોહવા પરિવર્તનને પહોંચી વળવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ. હવે આ બંને મૂળ ભારતીયો અમેરિકી સરકાર માટે કામ કરશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch