Thu,25 April 2024,8:42 pm
Print
header

ઢોંગી ભૂવાજી નીકળ્યો હત્યારો, 1 વર્ષ પહેલા ગર્લફ્રેન્ડની આવી રીતે કરી હતી હત્યા

અમદાવાદઃ ઢોંગી ભૂવાજી ઉર્ફે સુરજ સોલંકીનો પર્દાફાશ થઇ ગયો છે, માતાજીના નામે ધૂણીને લોકોને ઉલ્લુ બનાવનારો આ શખ્સ હવે પોલીસ સકંજામાં આવી ગયો છે. તેની સાથે 8 લોકો જેલના સળિયા પાછળ ધકેલાઇ ગયા છે. અમદાવાદમાં રહેતી જૂનાગઢની ધારા કડીવાર ગુમ થઇ હોવાની પાલડીમાં પોલીસ ફરિયાદ થઇ હતી. આ મામલે ડીસીપી બી.યુ.જાડેજા અને તેમની ટીમ તપાસ કરી રહી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ યુવતી ભૂવાજી ઉર્ફે સુરજના પ્રેમમાં હતી અને બંને અનેક વખતે મળ્યાં હતા. પરંતુ સુરજે તેનો પીછો છોડાવવા હત્યાનું ષડયંત્ર રચ્યું હતુ. જૂનાગઢથી અમદાવાદ આવવા નીકળ્યાં પછી યુવતી ગુમ થઇ ગઇ હતી, ત્યાર બાદ તેની શોધખોળ કરતા તે મળી ન હતી અને પોલીસમાં આ મામલે ફરિયાદ થઇ હતી, અમદાવાદ લાવવાની જગ્યાએ મીત શાહ અને ભૂવાજી તેને ચોટીલા પાસેના ગામમાં લઇ ગયા હતા. તેમના સાથીઓ સાથે મળીને અહીં જ તેની હત્યા કરાઇ હતી, મીત શાહે તેનું ગળું દબાવ્યું હતુ અને મોતને ઘાટ ઉતારી દેવાઇ હતી અને તેની લાશને એક વાડીમાં સળગાવીને પુરાવાનો નાશ કરાયો હતો. ભૂવાજીએ પ્રેમિકાથી પીછો છોડાવવા આ ષડયંત્ર રચ્યું હતુ.

હવે પોલીસ ઇન્વેસ્ટીગેશન બાદ આરોપીઓ ઝડપાઇ ગયા છે, પોલીસે 8 આરોપીઓને ઝડપી લીધા છે, મૃતકના પરિવારે આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે. ભૂવાજીએ અન્ય યુવતીઓની જિંદગી આવી જ રીતે બરબાદ કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch