Fri,26 April 2024,3:13 am
Print
header

16 સપ્ટેમ્બરે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ, નીતિન પટેલ પર સૌની નજર

શું નીતિન પટેલને રાજ્યની બહાર કોઇ જવાબદારી આપવામાં આવશે ?

અમદાવાદઃ ગુજરાતના નવા સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલે કાર્યભાર સંભાળી લીધો છે. ગઈકાલે તેમણે અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓની હાજરીમાં શપથ લીધા હતા. જે બાદ તેમણે કામગીરી કરવાનું શરૂ કર્યું હતું. સોમવારે સાંજે તેમણે અમિત શાહ સાથે મંત્રીમંડળ બાબતે ચર્ચા કરી હતી મળતી માહિતી મુજબ ગુરુવારે 16 સપ્ટેમ્બરે ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળ શપથ લેશે.

સૂત્રોના જણાવ્યાં મુજબ, 16 સપ્ટેમ્બરે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની શપથવિધી ઝઇ જશે. નવા મંત્રીમંડળમાં યુવાઓને તક અપાશે, 60 ટકા નવા ચહેરા હશે. કેબિનેટ કક્ષાના મંત્રીઓની શપથવિધી માટે મંત્રીઓનાં નામ ફાઈનલ થઇ રહ્યાં છે.

વિજય રૂપાણી સરકારમાં નબળી કામગીરી કરનારાં સિનિયર મંત્રીઓને પડતા મૂકવામાં આવે તેમ છે. કેટલાંક મંત્રીઓ અમુક વિવાદોમાં સપડાયાં છે, તેને કારણે પક્ષ-સરકારની પ્રતિષ્ઠા ખરડાઇ રહી છે. આ કારણે તેમનાં પત્તાં કપાઇ શકે છે. સંગઠન સાથે તાલમેલ સાધી અને પ્રજાલક્ષી કામો કરી સારી કામગીરી કરનારાં ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. જો કે નવા મંત્રીમંડળમાં સૌની નજર નીતિન પટેલ પર રહેશે. કારણ કે ત્રીજી વખત સીએમ પદની રેસમાં હોવા છતાં તેઓને આ પદ ન મળતા તેઓ નારાજ લાગી રહ્યાં છે. ચર્ચાઓ છે કે નીતિન પટેલને ગુજરાત બહાર કોઇ મોટી જવાબદારી આપવામાં આવી શકે છે.જો કે તમામ ચિત્ર બે દિવસમાં સ્પષ્ટ થઇ જશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch