ભૂપેન્દ્ર પટેલ 48 કલાકમાં સીએમ પદના લેશે શપથ
અમદાવાદઃ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર મ્હોર મારી દેવામાં આવી છે. તેઓ અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે, તેઓ ભાજપના એક જમીની સ્તરના કાર્યકર છે, પૂર્વ સીએમ આનંદીબેન પટેલના નજીકના ગણાય છે.
સિવિલ એન્જિનિયર
તેઓનો જન્મ 15 જૂલાઇ 1962ના રોજ અમદાવાદમાં થયો હતો. તેઓએ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે અને કન્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
મોટી લીડથી થઇ હતી જીત
કોંગ્રેસના શશીકાંત પટેલ સામે લડીને 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા અને ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય બન્યા. તેમણે 1,17,000 મતોના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી હતી.પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અને મુખ્યમંત્રી બની રહ્યાં છે.
આનંદીબેનના ખાસ હોવાને કારણે થઈ હતી અવગણના
સરદાર ધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને ઔડા સાથે સંકળાયેલા 59 વર્ષીય ભૂપેન્દ્ર પટેલને એક સમયે રૂપાણી સરકારમાં એટલી હદે નજર અંદાજ કરવામાં આવ્યાં હતા કે તેમનો કેબિનેટમાં પણ સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ચાર વર્ષ પહેલા રચાયેલી રૂપાણી સરકારના મંત્રીમંડળમાં આનંદીબેનના નજીક ગણાતા ભૂપેન્દ્ર પટેલની બાદબાકી કરવામાં આવી હતી. આ સમયે કાર્યકરોમાં આશ્ચર્ય ફેલાયું હતુ કે રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકોના પરિણામમાં સૌથી વધુ 1.17 લાખની લીડ સાથે ભૂપેન્દ્ર પટેલ ચૂંટાયા હતા. તેમ છંતા તેમને મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું. જો કે હવે ગુજરાતની કમાન તેમના હાથમાં છે.
અનેક પદો પર નિભાવી ચુક્યાં છે જવાબદારી
ભૂપેન્દ્ર પટેલ ઔડામાં ચેરમેન રહી ચુક્યાં છે, પાર્ટીમાં પણ અનેક પદો પર કામ કરી ચુક્યાં છે. તેઓ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને સરદાર ધામમાં પણ સામાજિક કાર્યો કરી રહ્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23