ભૂજઃ ફરીયાદીની વડીલો પાર્જીત ભૂજ ખાતે આવેલી જમીન તા.27/03/2026 ના રોજ રજિસ્ટર દસ્તાવેજથી વેચાણ કરી હતી. આ જમીન સિવાય ફરીયાદી પાસે હવે અન્ય કોઇ ખેતીની જમીન બાકી રહેતી ન હોવાથી ફરીયાદીને ખેડૂત ખાતેદારનો દરજ્જો ચાલુ રાખવા માટેનો ખેડૂત ખાતેદારનો દાખલો આપવા માટે આરોપી ચંદુભાઇ ગેલાભાઇ હરણ ઉ.વ.34, હોદો- રેવન્યૂ તલાટી, વર્ગ-3, મામલતદાર કચેરી, ભૂજે રૂપિયા 40,000 ની લાંચની માંગણી કરી હતી.
રકજકના અંતે રૂ. 35,000 આપવાના નક્કી કર્યા હતા. જે લાંચની રકમ આજે આપવાનો વાયદો કર્યો હતો. જે ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી. ફરીયાદ આધારે લાંચના છટકાંનું આયોજન કર્યું હતું. આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને રૂ. 35,000 પ્રાંત અને મામલતદાર કચેરી ભૂજ-કચ્છમાં સ્વીકારતા ઝડપાઇ ગયા હતા.
ટ્રેપીંગ અધિકારી: જે.જે.ચૌધરી, પોલીસ ઇન્સ., ભૂજ એ.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ
સુપર વિઝન અધિકારી : કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભૂજ.
ઇન્ચાર્જ અધિકારી: બળદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક એ.સી.બી. રાજકોટ.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
થાઈલેન્ડમાં વિદ્યાર્થીએ પહેલા દાદા-દાદીની હત્યા કરી, પછી એક વિદ્યાર્થી અને 5 શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા | 2026-08-07 14:02:00
રાજકોટ: FB પર મિત્રતા કરીને ખેડૂત સાથે રૂ. 6.30 લાખનું સાયબર ફ્રોડ, એક મહિલા સહિત 3 વિદેશી ઝડપાયા | 2026-08-06 18:47:24
નકલી પનીર અને બટર સામે મોટી કાર્યવાહી, મહારાષ્ટ્ર, છત્તીસગઢ બાદ ગુજરાતે એનાલોગ પનીર પર પ્રતિબંધ | 2026-08-06 08:44:41
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22 બાળકોનાં મોત | 2026-08-04 08:36:39