Tue,29 April 2025,1:32 am
Print
header

ભૂજમાંથી એસઓજીએ ઢાબામાલિક સહિત બે પેડલર ને ઝડપ્યાં, 41 લાખ રૂપિયાનું કોકેઇન જપ્ત - GUjarat Post

ભૂજઃ રાજ્ય સરકારની ગુલબાંગો વચ્ચે ફરી એક વખત ડ્રગ્સ પકડાયું છે. કચ્છ જાણે ડ્રગ્સ માફિયાઓ માટે મોકળું મેદાન હોય તેમ  સમયાંતરે ડ્રગ્સ ઝડપાતું રહે છે. પશ્ચિમ કચ્છ એસઓજીએ 41 લાખ રૂપિયાના કોકેઈન સાથે ભૂજના મિરજાપર માર્ગ પર આવેલી શાન એ પંજાબ હોટેલ કમ ઢાબાના માલિક સહીત બે યુવકોની ધરપકડ કરી છે.
 
આ અંગે એસઓજીના એએસઆઈ નરેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું કે, શાન એ પંજાબ હોટેલના માલિક ગુરુદેવસિંઘ ઊર્ફે મનિન્દરસિંઘ સતનામસિંઘ કારૂ અને ભૂજમાં રહેતો તેનો મિત્ર મયૂર રસિકલાલ સોની છ દિવસ પહેલાં પંજાબના ફિરોઝપુરથી અજાણ્યા શખ્સ પાસેથી ખરીદેલા માદક પદાર્થને ભૂજ બહાર સગેવગે કરવાની તૈયારીમાં છે અને આ અંગે તેઓને અને હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાને સંયુક્ત બાતમી મળી હતી. આ બાતમીના પગલે મિરજાપર માર્ગ  પર આ હોટેલ પાસે વૉચ ગોઠવીને ત્યાં આવી રહેલાં ગુરુદેવસિંઘને દબોચી લીધો હતો. ગુરુદેવે ડ્રગ્ઝ મયૂર સોની પાસે પડ્યું હોવાનું જણાવતાં પોલીસ તેને લઈને મયૂરના ઘેર પહોંચી હતી.

મયૂરે ડ્રગ્ઝનો જથ્થો ઘર બહાર પાર્ક કરેલી હ્યુન્ડાઇ આઈ ટ્વેન્ટી કારમાં પડ્યો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે કારની હેન્ડબ્રેક પાસે પ્લાસ્ટિકની કોથળીઓમાં રાખેલા કોકેઈન અને બે ગ્રામ અફીણને જપ્ત કર્યા હતાં. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch