Mon,09 December 2024,1:27 pm
Print
header

ભાવનગરઃ લોન અપાવવાના બહાને રૂ,40 લાખની છેતરપિંડી, પરેશાન યુવકે કર્યો આપઘાત

ભાવનગરઃ લોનના નામે રૂ. 40 લાખની છેતરપિંડી થઇ જતા પીડિત વ્યક્તિએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબ્જો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને કેસની તપાસ શરૂ કરી છે. મૃતકની ઓળખ પ્રવીણ સાગઠીયા નામના વ્યક્તિ તરીકે થઈ છે. પોલીસને સ્થળ પરથી એક વીડિયો મળ્યો હતો. જેમાં તેને ચાર લોકોનાં નામ લીધા અને છે.

મૃતક પ્રવીણ મકાન બાંધકામના કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. છેલ્લા કેટલાક સમયથી યુનિયન બેંકના એજન્ટોના સંપર્કમાં હતો. આ એજન્ટોએ મોટી લોન અપાવવાનું વચન આપીને પ્રવીણ પાસેથી અલગ-અલગ સમયે રૂ. 40 લાખ પડાવી લીધા હતા. પ્રવીણે આ રકમ તેના સંબંધીઓ અને મિત્રો પાસેથી વ્યાજે લીધી હતી

40 લાખની છેતરપિંડીનો ભોગ બનેલા વ્યક્તિએ ગળેફાંસો ખાઈ લીધો

લોન મંજૂર ન થવાને કારણે અને એજન્ટો પૈસા પરત ન કરતા હોવાથી પ્રવીણ પર દબાણ વધ્યું હતું. જેનાથી કંટાળીને પ્રવીણે આત્મહત્યા કરી લીધી હતી. સ્યૂસાઈડ નોટ અને વીડિયોમાં પ્રવીણે રાજુ સોલંકી, મેહુલ મકવાણા, ગૌતમ મેર અને દીપક ગેરેજવાલાના નામ આપ્યાં છે.

વીડિયોમાં પ્રવીણે કહ્યું કે હું મરવા નથી માંગતો, પરંતુ મારા પર દબાણ છે. રાજુ અને મેહુલે મારી પાસેથી 40 લાખ રૂપિયા લીધા અને હવે કહે છે કે લોન મંજૂર નહીં થાય. તેઓ મારી સ્થિતિ સમજી શક્યા ન હતા અને હવે મેં જેમની પાસેથી પૈસા લીધા હતા, તેઓ મારી પાસે પૈસા માંગી રહ્યાં છે. મારી પાસે મરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધ્યો

પ્રવીણના પત્નીની ફરિયાદને આધારે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 108 અને 54 હેઠળ ચારેય આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch