ભાવનગરઃ મિથેનોલયુક્ત ઝેરી નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી સર્જાયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 46 લોકો સારવાર હેઠળ છે. ઘટનામાં મુખ્ય સૂત્રધાર સહિત 13 ઝડપાયા છે. પોલીસે બારકોડ'8901522000665' નંબરની બોટલનો દારુ ન પીવા અપીલ કરી છે.
દારૂ બનાવવા ઉજ્જૈનથી બોલાવાયેલા નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડૉક્ટરે સારસ, ગણેશ અને અમન સાથે મળી ગૌતમ સોલંકીના ઘરે મિથેનોલયુક્ત દારૂ બનાવ્યો હતો. પોતે બનાવેલો દારૂ પીવાથી સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. ભાવનગરથી દારૂ પીને સુરત ગયેલો મૂળ ભાવનગરનો 35 વર્ષીય સંજયસિંહ ગંભીર હાલતમાં છેલ્લા 3 દિવસથી બેભાન છે.
SMC, LCB અને સ્થાનિક પોલીસે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરી 21 સામે ગુનો નોંધી 13ની ધરપકડ કરી છે. મુખ્ય સૂત્રધાર રઈસને SMC દ્વારા ઈન્દોરથી ઝડપી પાડવામાં આવ્યો છે. ભાવનગર રેન્જ IG દ્વારા વરતેજ PI એ.બી.પઢેરીયા અને DGP દ્વારા LCB PI મયુરધ્વજસિંહ સરવૈયાને સસ્પેન્ડ કરાયા છે. ઉપરાંત વરતેજના 4 અન્ય પોલીસકર્મીઓ પણ સસ્પેન્ડ થયા છે.
સ્થિતિ નિયંત્રણમાં રાખવા બોટાદ અને અમરેલીથી 100 પોલીસ જવાનો તહેનાત કરાયા છે. બીજી તરફ, ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશને આ કાંડના આરોપીઓ પક્ષે કેસ ન લડવાનો સર્વાનુમતે નિર્ણય લીધો છે. SMCની ટીમે મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી આ કેસના મુખ્ય આરોપી રઈશને ડિટેઈન કર્યો છે, આ આરોપી છેલ્લા દોઢ મહિનાથી ભાવનગર સહિત ગુજરાતના અલગ-અલગ સ્થળોએ રહીને કોમ્પ્રોમાઈઝ્ડ ક્વોલિટીનું લીકર બનાવતો હતો. સપ્લાય ચેઈન અને પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યો છે, SMCની ટીમો દ્વારા દારૂ બનાવવા માટે વપરાયેલ રો મટિરિયલ, પેકિંગ બોક્સ, અનપેક્ડ લિકર (રેસિડ્યુ), ફોર્જ્ડ સ્ટીકર્સ અને સીલ કરવાની સાધનસામગ્રી કબ્જે કરવામાં આવી છે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17