ભાવનગર: નકલી ઈંગ્લિશ દારૂના લઠ્ઠાકાંડમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. 22 ઓગસ્ટે સારવાર હેઠળ રહેલા વધુ 3 દર્દીઓએ દમ તોડતાં આ ગોઝારી ઘટનામાં કુલ મૃત્યુઆંક વધીને 12 પર પહોંચી ગયો છે. હાલ 8 જેટલા દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યાં છે.
ભાવનગરના ઘોઘા રોડ વિસ્તારમાં રહેતા અને સર ટી હોસ્પિટલમાં અત્યંત ગંભીર હાલતમાં સારવાર લઈ રહેલા અવિનાશ પરમારનું મોત નીપજ્યું હતું. ભરતનગરના વર્ધમાનનગરમાં રહેતા હાર્દિક હરેશભાઈ કિલજીનું દારૂ પીધાના પાંચમા દિવસે સર ટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. તબિયત બગડતાં તેમને પહેલાં ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં વધુ ગંભીર હાલતમાં સર ટી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ઉપરાંત ભાવનગરમાં નકલી ઈંગ્લિશ દારૂ પીધા બાદ સુરત સારવાર અર્થે ગયેલા અને બ્રેઈનડેડ જાહેર કરાયેલા સંજયસિંહ ડોડિયાનું અચાનક હૃદય બંધ પડી જતાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સર ટી હોસ્પિટલમાં મહીસાગરના મુકેશ ડામોર અને ભાર્ગવ નામના દર્દી સહિત અન્ય લોકો સારવાર હેઠળ છે, જેમાંથી મુકેશ અને ભાર્ગવની સ્થિતિ હજુ પણ ક્રિટિકલ જણાવવામાં આવી રહી છે.
બીજી તરફ, તપાસ દરમિયાન ભાવનગરમાં જૂની પોલીસ લાઈનની સામે આવેલા ગ્રાઉન્ડમાંથી 'રોયલ સ્ટેગ' બ્રાન્ડની બે ખાલી બોટલો મળી આવતાં પોલીસે તે દિશામાં પણ તપાસ લંબાવી છે. 18 ઓગસ્ટે પ્રકાશમાં આવેલા આ કાંડને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17