ભાવનગરઃ લઠ્ઠાકાંડમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 11 લોકોના મોત થયા છે, જ્યારે 46 લોકોને અસર થતાં સારવાર હેઠળ છે. લઠ્ઠાકાંડ કેસમાં ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ગેરકાયદેસર કેમિકલ અને દારૂના વેચાણ તેમજ સુરક્ષામાં ગંભીર ચૂક બદલ જવાબદારો સામે પગલાં લેવાઈ રહ્યાં છે. ઉચ્ચ સ્તરેથી લેવાયેલા આકરા નિર્ણયના ભાગરૂપે ભાવનગર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ મયુરધ્વજસિંહ સરવૈયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
સ્થાનિક પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવતા અગાઉ વરતેજ પોલીસ સ્ટેશનના પી.આઈ સહિત કુલ 5 પોલીસ કર્મચારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી થઈ ચૂકી છે. લઠ્ઠાકાંડ સાથે સંકળાયેલા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરાઇ છે. આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવાય તેવી શક્યતા છે.
બીજી તરફ FSL રિપોર્ટ આવ્યાં પહેલા જ સમગ્ર કેસને લઠ્ઠાકાંડ દર્શાવવા પાછળ પોલીસની ભૂમિકા સામે અનેક આશંકાઓ સેવાઈ રહી છે. કાયદાકીય નિષ્ણાંતોના મતે, જો શહેરમાં બ્રાન્ડેડ બોટલોમાં ડુપ્લિકેટ અને ઝેરી વિદેશી દારૂ વેચાતો હોય, તો તે પ્રોહિબિશન ખાતા અને સ્થાનિક પોલીસની મસમોટી નિષ્ફળતા છતી કરે છે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17