ભાવનગરઃ જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં દારૂની મહેફિલ બાદ નકલી દારૂ પીવાના કારણે 6 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 21 લોકોની હાલત ગંભીર હોવાથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે અને સરકારે તાબડતોબ દારૂના અડ્ડાઓ પર રાજ્યવ્યાપી દરોડા પાડવાના આદેશ જારી કર્યા છે.
આ ગંભીર ઘટના અંગે ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમ અને ભાવનગર રેન્જ આઈજીને સમયસર ટેલિફોનિક કે લેખિત જાણ ન કરવા બદલ સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા ભાવનગર જિલ્લા પોલીસ વડા પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ અમદાવાદ ખાતે તાકીદની બેઠક યોજી સમગ્ર મામલાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી છે.
આદેશ મળતાં જ SMCના SP મયુરસિંહ ચાવડા તાત્કાલિક ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગર SP કચેરી ખાતે રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય અને SMCના SP વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
જિલ્લા પોલીસ વડાના જણાવ્યાં અનુસાર, પોલીસે 15 અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડી મુખ્ય સપ્લાયર ગૌતમ સોલંકી સહિત કુલ 13 બુટલેગરો અને સપ્લાયરોની અટકાયત કરી છે. આરોપીઓએ છેલ્લા ત્રણ-ચાર દિવસમાં વરતેજ અને શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સપ્લાય કરેલા દારૂ પૈકી 90 ટકા જથ્થો રિકવર કરી લેવાયો છે. પ્રાથમિક તપાસમાં નકલી દારૂ બનાવવામાં પરપ્રાંતીયોની સંડોવણી સામે આવતા તેમને પકડવા તજવીજ હાથ ધરાઈ છે.
ભાવનગરની આ ઘટના બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ગાંધીના ગુજરાતમાં હપ્તા રાજના કારણે દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે અને સરહદો પરથી ખુલ્લેઆમ કન્ટેનરો ઠલવાઈ રહ્યાં છે.
રીલ્સ બનાવતા ગૃહમંત્રીને કોઈ ચિંતા નથી અને હપ્તા લેતી સરકારને કોઈ ચિંતા નથી! ભાવનગરમાં બે લોકોના મોત થયા એના માટે જવાબદાર કોણ?
— Amit Chavda (@AmitChavdaINC) August 19, 2026
સ્થાનિક પોલીસ સ્ટેશન, DYSP, SP, રેન્જ IG, DGP, રાજ્યના ગૃહમંત્રી કે મુખ્યમંત્રી?
પોલીસ સ્ટેશનથી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી હપ્તા પહોંચે છે. સરકાર… pic.twitter.com/OSy3EpWxXw
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17