(સીસીટીવીમાં લીધેલો સ્ક્રીન શોટ)
ભાવનગર: સેન્ટ્રલ એસ.ટી બસ સ્ટેન્ડ ખાતે ગઈકાલે બપોરના સમયે એક અત્યંત ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો હતો. આડા સંબંધની આશંકા રાખી માથાભારે શખ્સે જાહેરમાં પોતાની પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો, જમીન પર પછાડી માથાના ભાગે લાતો મારીને માર માર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ, સમગ્ર ક્રૂર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
સિટી પોલીસના જણાવ્યાં અનુસાર, આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી રફીકભાઈ લાખાણી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેની સામે અગાઉ લૂંટ સહિત શરીર સંબંધી ગુનાઓ નોંધાયેલા છે. તાજેતરમાં જ જેલમાંથી મુક્ત થયેલા ફૈઝલને શંકા હતી કે તેની પત્ની તેના મિત્ર રવિ ઉર્ફે બાંડા સાથે આડા સંબંધો ધરાવતી હતી. 3 ઓગસ્ટના રોજ બપોરે 3 થી 4 વાગ્યાની વચ્ચે બસ સ્ટેન્ડ પરિષરમાં આ બાબતે ત્રણેય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આ દરમિયાન ઉશ્કેરાયેલા ફૈઝલે હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે કેમ સંબંધ રાખતી હતી. તેમ કહીને ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું. મહિલાના શરીરના નાજુક અંગો પર ઉપરાઉપરી લાતો મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલા વચ્ચે બચાવવા પડેલા પ્રત્યક્ષદર્શી યુવકને પણ આરોપીએ માર માર્યો હતો.
લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઘવાયેલા પીડિતાને તાત્કાલિક 108 મારફતે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં જ નીલમબાગ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકના માતાની ફરિયાદને આધારે ફૈઝલ ઉર્ફે ખાટકી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સરદાર પટેલ યુનિવર્સિટીની હોસ્ટેલની લીધી આકસ્મિક મુલાકાત | 2026-10-13 18:33:13
ગુજરાતના દરિયામાં સાગર કવચ મોકડ્રીલ યોજાઇ, 26-11 મુંબઇ જેવા આતંકી હુમલા અટકાવવા ડમી હુમલા પણ કરાયા | 2026-10-12 09:44:17
સુરેન્દ્રનગરમાં મહિલા પર સામૂહિક બળાત્કાર, પતિ સહિત 9 આરોપીઓની ધરપકડ | 2026-10-08 12:25:23
કચ્છમાં પિતાએ 14 વર્ષની પુત્રી પર બળાત્કાર ગુજાર્યો, માતાએ અશ્લીલ ફોટા પાડ્યા, બંનેની ધરપકડ | 2026-10-06 08:53:50