Sun,16 November 2025,5:51 am
Print
header

ACB એ રૂ.32 હજારની લાંચ લેતા કોમ્પ્યુટર ઓપરેટરને ઝડપી લીધો

  • Published By Mahesh patel
  • 2025-10-09 20:02:58
  • /

ભાવનગરઃ એસીબીએ ટ્રેપ કરીને રૂપિયા 32 હજારની લાંચ લેનારા કોમ્પ્યુટર ઓપરેટરને ઝડપી લીધો છે. રસિક ઘનશ્યામભાઇ રાઠોડ, (કોમ્પ્યુટર ઓપરેટર – આઉટ સોર્સ) ની ધરપકડ કરાઇ છે.

ટ્રેપિંગનું સ્થળ: રાજપરા ચોકડી પર આવેલ શ્રી ક્રિષ્ના આઇ માતા હોટલ અને રેસ્ટોરન્ટ પર, શિહોર, જીલ્લો-ભાવનગર

ફરીયાદીના કુટુંબી કાકાનુ અવસાન થતા તેઓના નામે મોજે.તોતણીયાળા, તા.વલ્લભીપુર ખાતે આવેલ સંયુક્ત ખેતીની જમીનમાં સીધી લીટીના વારસદાર ફરીયાદીના કાકી અને તેમના બે બાળકો હતા. તેમના નામ વારસાઇમાં નોંધ કરાવવા ફરીયાદીના કાકીએ વલ્લભીપુર મામલતદાર કચેરીમા અરજી કરેલી, જેમા નામમા વિસંગતતાને લીધે મામલતદાર કચેરીમાથી તેઓની અરજી નામંજુર થયેલી, આ બબતે નાયબ કલેક્ટર કચેરી શિહોર, ભાવનગર ખાતે અપીલ દાખલ કરેલી હતી.

અપીલમા થયેલા ઓર્ડરમાં સહી થઇ ગયેલી હતી અને ઓર્ડરની નકલની બજવણી કરવા અને વારસાઇ નોંધ દફતરે કરવા નાયબ કલેક્ટર કચેરી શિહોર, ભાવનગરમાં ફરજ બજાવતા રસીક રાઠોડે રૂપિયા 32 હજારની લાંચ માંગી હતી. લાંચની આ રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં ફરિયાદ કરી હતી, જેને આધારે થયેલી ટ્રેપમાં આરોપી એસીબીની ઝપેટમાં આવી ગયો હતો.

ટ્રેપીંગ અધિકારી: શ્રીમતી એ.કે. ચૌહાણ, પો.ઇન્સ. એ.સી.બી., ફિલ્ડ-1, ગુ.રા.,અમદાવાદ. તથા એ.સી.બી. ટીમ 

સુપર વિઝન અધિકારી: જી.વી.પઢેરીયા, મદદનીશ નિયામક, એ.સી.બી. ફિલ્ડ-1, ગુ.રા., અમદાવાદ.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch