ભાવનગરઃ એસીબીને મળેલી માહિતી અનુસાર આરોપી અશ્વિન બાંભણિયા ભાવનગર (પ્રજાજન) પોતાની સદ્દગુરુ ઓનલાઇન સર્વિસ મંત્રેશ કોમ્પલેક્ષની સામે આવેલ ઓફીસે લોકોનાં આઘાર કાર્ડ, પાનકાર્ડ કઢાવવાનું, તેમાં સુધારા-વધારા કરાવવાનુ તથા અન્ય કામકાજ કરતો હતો.
તે BMC નાં computer ઓપરેટર સાથે મેળાપીપણાંમાં આધારકાર્ડમાં સુધારા વધારા કરાવી આપવાના બદલામાં 2000 થી 3000 ની લાંચની રકમ પડાવે છે, આ ગેંગ એકબીજા સાથે મળીને લાંચનું નેટવર્ક ચલાવતા હતા.તેવી સરકાર તરફે ટી.એસ.રીઝવી, પોલીસ ઇન્સ્પેકટર, ભાવનગરે ફરિયાદ આપી હતી.
જેથી આજ રોજ ડીકોયરનો સંપર્ક કરી સહકાર મેળવી લાંચના ડીકોય છટકાંનું આયોજન કરવામાં આવ્યું હતું, ડીકોયરે આરોપી અશ્વિન બાંભણિયાનો સંપર્ક કર્યો હતો. ડીકોયરના આધારકાર્ડમાં સુધારો કરવા માટે જરૂરી દસ્તાવેજો Whatapp મારફતે અશ્વિન બાંભણિયાએ મેળવી લીધા હતા.
ડીકોયરને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીએ આરોપી વિજય ભરતભાઈ ડાભી ઉં.વ.28 હોદ્દો, આધાર ઓપરેટર, ભાવનગર મ્યુ.કોર્પોરેશન પશ્ચિમ ઝોનને મળવા જણાવી આઘારમાં સુધારો કરાવ્યો હતો. આરોપી અશ્વિન બાંભણિયા સાથે ટેલીફોન પર વાત કરીને લાંચના નાણાં રૂ.3000 ભાવનગર મ્યુ.કોર્પોરેશન પશ્ચિમ ઝોનની ઓફીસના આધાર કાર્ડ સેન્ટર, આખલોલ જકાતનાકા, ભાવનગરમાં સ્વીકારતા સ્થળ પર પકડાઇ ગયો હતો.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
નકલી પનીર અને બટર સામે મોટી કાર્યવાહી, મહારાષ્ટ્ર, છત્તીસગઢ બાદ ગુજરાતે એનાલોગ પનીર પર પ્રતિબંધ | 2026-08-06 08:44:41
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22 બાળકોનાં મોત | 2026-08-04 08:36:39