ટોક્યોઃ ગુજરાતના ખેલાડી ભાવિના પટેલ ટોક્યોમાં ચાલી રહેલી પેરાલિમ્પિકમાં ઈતિહાસ રચી દીધો છે. તેમણે ટેબલ ટેનિસ ઈવેન્ટમાં મહિલા સિંગલ ક્લાસ- 4માં સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ ભારત માટે મેડલ કન્ફર્મ થઈ ગયો છે.ભાવિના પટેલે સર્બિયાની રાકોવિચને 3-0થી મ્હાત આપી છે. અને અંતિમ-4માં સ્થાન બનાવ્યું છે. ભાવિનાએ આ મેચ 11-5, 11-6, 11-7 થી જીતી છે. ભાવિના પટેલના નામે હવે ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ તો નક્કી જ છે. તેઓ પેરાલિમ્પિક રમતોમાં મેડલ જીતનારા ભારતની પ્રથમ ખેલાડી હશે. હવે સેમી ફાઈનલમાં તેમનો સામનો ચીનની મિયાઓ ઝાંગ સામે થશે.
સેમીફાઈનલમાં પહોંચ્યા બાદ ભાવિનાએ કહ્યું હું સમગ્ર દેશને ધન્યવાદ કહેવા માંગુ છું, કારણ કે હું તેમના જ કારણે અહીં પહોંચી છું. આજે ક્વાર્ટર ફાઈનલ જીતીને આવી છું. કાલે મારી સેમીફાઈનલ છે. આવો જ પ્રેમ મારા ઉપર બનાવીને રાખો અને પોતાનો પ્રેમ મોકલતા રહો.
આ પહેલા ભાવિના પટેલ સિંગલ ક્લાસ 4ના ક્વાર્ટર ફાઈનલમાં બ્રાઝીલની જિઓસી ડી ઓલિવિરિઓને 3-0થી હરાવી હતી. ભાવિનાએ રાઉન્ડ-16માં 23 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં જિઓસીને 12-10, 13-11 અને 11-6 થી હરાવી. ભાવિનાએ સર્વિસથી 19 અંક જીત્યાં જ્યારે 13 અંક ગુમાવ્યા. ભાવિનાએ પ્રથમ રમતમાં 12-10, બીજી રમતમાં 13-11 અને ત્રીજી રમતમાં 11-6થી જીત મેળવી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44