ભરૂચઃ એસીબીએ ફરી એક વખત સપાટો બોલાવી દીધો છે, રતિલાલ વિઠ્ઠલભાઈ વસાવા, સરપંચ, અને લખુ છોટુભાઈ વસાવા, (ખાનગી વ્યક્તિ), ધંધો-ખેતી, બંને રહે.ગામ- નાંદ, નવીનગરી, જી.ભરૂચને રૂપિયા 22 હજારની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યાં છે. આરોપીએ ધી ભરૂચ ડીસ્ટ્રીક્ટ કો.ઓ. બેંક, ભરૂચ મુખ્ય શાખાની સામે ચાલતા નવા બાંધકામના પાર્કીંગમાં જ લાંચ લીધી અને એસીબીના હાથે ઝડપાઇ ગયા.
ફરીયાદીએ નાંદ ગ્રામ પંચાયતના વિકાસના કામનો કોન્ટ્રાક્ટ મળતા તે કામ પુર્ણ કરીને કામના બિલો મંજુર થઇને આવેલા, જેમા તલાટી કમ મંત્રીની સહી થઈ ગયેલી અને આરોપી સરપંચની સહી બાકી હતી, જે સહી કરવા ફરીયાદી અવાર-નવાર આરોપી સરપંચને મળ્યાં હતા, જેમાં
ચેકમાં સહી કરવાના રૂ.22 હજારની લાંચ માંગવામાં આવી હતી.
લાંચના નાણા ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો, એસીબીએ ગોઠવેલા લાંચના છટકામાં ખાનગી વ્યક્તિ લાંચ લેતા ઝડપાયો હતો, બંને આરોપીઓ સામે એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રેપીંગ અધિકારીઃ એમ.જે.શિંદે. પો.ઈન્સ. એ.સી.બી. પો.સ્ટે. ભરૂચ તથા સ્ટાફ
સુપર વિઝન અધિકારીઃ પી. એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પ્રેમ લગ્ન બાદ ઝઘડાથી કંટાળી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ: ચિઠ્ઠીમાં લખ્યું- મેરી વાલીને ગદ્દારી કી હૈ | 2026-07-17 18:26:36
પીએમ અર્બન ચેલેન્જ ફંડ: અમદાવાદના 6 પ્રોજેક્ટ્સ માટે રૂ. 2719 કરોડ મંજૂર | 2026-07-17 18:09:32
ગેનીબેન ઠાકોરે ભુવાઓને આડેહાથ લઈ શું કહ્યું? | 2026-07-17 17:56:05
મગરે 12 વર્ષના છોકરાને જીવતો ફાડી ખાધો, નદીમાં હાથ ધોતી વખતે અચાનક કર્યો હુમલો | 2026-07-17 16:40:29
કચ્છમાં 27 વર્ષીય એરફોર્સના જવાને AK-47 રાઇફલ વડે ગોળી મારીને કરી આત્મહત્યા | 2026-07-17 16:00:51
ગુજરાતમાં જૈશના વધુ પાંચ આતંકવાદીઓની ધરપકડ, તેમને અનેક વખત બોમ્બ વિસ્ફોટ કરવાનો કર્યો પ્રયાસ | 2026-07-17 15:36:40
ઝાલોદમાં માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી, કારણ અકબંધ | 2026-07-17 09:47:47
કપડવંજ- નડિયાદ હાઇવે પર આવેલી કેનાલમાં માતાએ બે બાળકો સાથે ઝંપલાવ્યું, લાશો કાઢવાના પૈસા માંગ્યાં | 2026-07-15 17:46:32
ACB એ 3 પોલીસ કર્મચારીઓને લાંચ લેતા ઝડપી લીધા, રૂ. 3,00,000 ની કરી હતી માંગણી | 2026-07-15 07:18:21