Thu,18 April 2024,9:12 am
Print
header

ભારતી અને પતિ હર્ષને NDPS કોર્ટે 4 ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યાં

મુંબઇઃ ડ્રગ્સ કેસમાં ધરપકડ થયેલી  કોમેડિયન ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટેન્સિઝ(NDPS) કોર્ટે 4 ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. બંનેની જામીન અરજી પર સોમવારે સુનાવણી થશે. NCBએ બંનેને કોર્ટમાં રજૂ કર્યાં હતા. NCBએ ભારતીની જ્યુડિશિયલ કસ્ટડી અને હર્ષના રિમાન્ડ માગ્યા, પરંતુ કોર્ટે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા.

86.5 ગ્રામ ગાંજો રાખવાના આરોપમાં પકડવામાં આવેલી કોમેડિયન ભારતીસિંહ ને તેના પતિ હર્ષ લિંબાચિયાની પણ NCB દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. કોર્ટમાં રજૂ કરતા પહેલાં મેડિકલ ચેકઅપ માટે સાયન હોસ્પિટલ લઇ ગયા હતા. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ભારતીની 3.5 કલાક પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. તેના પતિ હર્ષ લિંબાચિયાની છેલ્લાં 16 કલાકથી પૂછપરછ ચાલી રહી હતી. NDPS એક્ટની કલમ 1986 મુજબ ધરપકડ કરવામાં આવેલી ભારતીને NCBના મહિલા સેલમાં આખી રાત રાખવામાં આવી. બંને ઉપરાંત ભારતીના હોમ સ્ટાફની પણ NCBએ પૂછપરછ કરી.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, એટલે કે NCBએ જાણીતી કોમેડિયન ભારતી સિંહની ડ્રગ્સ રાખવા અને તેનું સેવન કરવાના આરોપસર ધરપકડ કરી છે. NCB સાથેની પૂછપરછમાં ભારતી સિંહે તેના પતિ હર્ષ સાથે ગાંજાનું સેવન કરવાની વાત કબૂલી હતી.

શનિવારે સવારે આ દંપતીનાં મુંબઈ સ્થિત ઘરે દરોડા પાડ્યા હતા. મળેલી માહિતી પ્રમાણે ભારતી અને હર્ષ લિંબાચિયાના ઘર અને ઑફિસેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આથી NCBએ વધુ પૂછપરછ માટે બંનેની અટકાયત કરી હતી. ન્યૂઝ એજન્સી ANIના સમાચાર પ્રમાણે, NCBએ શનિવારે સવારે અંધેરી, લોખંડવાલા અને વર્સોવાનાં ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. એક ડ્રગ પેડલર સાથેની પૂછપરછ દરમિયાન આ બંનેનાં નામ સામે આવ્યાં હતાં. અંધેરી, લોખંડવાલા અને વર્સોવાસ્થિત ઘરમાં રેડ પાડવામાં આવી હતી.NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું કે, હર્ષ અને ભારતીને અમે કસ્ટડીમાં પૂછપરછ માટે લીધાં છે. બંનેને ઝોનલ ઓફિસમાં આવીને સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch