Thu,25 April 2024,10:25 pm
Print
header

ભાજપ દ્વારા જ મુખ્યમંત્રી રૂપાણીને બદલવાનું ચાલી રહ્યું છે ષડયંત્રઃ ભરતસિંહ સોલંકી

ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હજુ સવા વર્ષ જેટલી વાર હોવા છતાં રાજકીય પક્ષોએ અત્યારથી જ તડામાર તૈયારીઓ કરી લીધી છે. રાજ્યમાં ઘણા વર્ષોથી સત્તાથી વિમુખ રહેલી કોંગ્રેસ આ વખતે ચૂંટણી જીતવા મરણિયા પ્રયાસ કરશે સાથે જ આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. ભાજપના નેતાઓની પણ ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ છે. આ બધાની વચ્ચે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ મોટું નિવેદન આપી દીધુ છે દાવો કર્યો છે કે રાજ્યમાં મુખ્યમંત્રી બદલાઈ રહ્યાં છે. ભરતસિંહે જણાવ્યું કે આજે યોજાઈ રહેલી ભાજપનાં ધારાસભ્યોની બેઠકમાં મુખ્યમંત્રીને બદલીને માહોલ સુધારવાનો પ્રયાસ થઈ શકે છે.

ભરતસિંહે રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું નામ લઈને કહ્યું હતું કે ભાજપ સત્તાલાલચું પક્ષ છે. રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેનને હાંકી કાઢ્યા હતા. સરકાર પેટ્રોલ અને ડીઝલનાં વધતાં ભાવને નાથવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. જેને કારણે સમગ્ર ભારતમાં પ્રધાનમંત્રી મોદી અને ભાજપ પ્રત્યે લોકોમાં રોષ વધતો જઈ રહ્યો છે પશ્ચિમ બંગાળમાં ભાજપની હાર થઈ હોવાનો ટોણો પણ માર્યો હતો. પહેલા પણ ભરતસિંહે રાજ્યમાં મુખ્યમંત્રીનો ચહેરો બદલાશે તેમ ટ્વિટ કર્યું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસને મળેલી જબરદસ્ત હાર બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું હતું. જો કે દિલ્હી સ્થિત કોંગ્રેસ હાઇકમાન્ડ હાલમાં તેમને યથાવત રાખી શકે છે. ભરતસિંહ સોલંકીએ થોડા સમય પછી જ નેતા વિપક્ષ અને પ્રદેશ અધ્યક્ષની નિમણૂંક થશે તેવા સંકેત આપ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ માટેની રેસમાં ભરતસિંહ સોલંકી સૌથી આગળ છે અર્જુન મોઢવાડીયા તેમજ શક્તિસિંહ ગોહિલનું નામ પણ પ્રદેશ પ્રમુખ માટે ચર્ચાઈ રહ્યું છે.  વિધાનસભામાં વિપક્ષનાં નેતા તરીકે પૂંજા વંશ, વિરજી ઠુમ્મર અને શૈલેષ પરમારના નામ સામે આવ્યા છે.જો કે આ નિમણૂકો અંગે ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે હાઇકમાન્ડ જે નિર્ણય લેશે તે અમને માન્ય રહેશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch