Fri,19 April 2024,10:51 pm
Print
header

કોરોના સામે રક્ષણ આપતી વધુ એક રસી થઈ લોન્ચ, નાકમાં અપાશે આ વેક્સિન- Gujarat Post

નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસના અવસર પર, Incovacc નામથી દેશમાં પ્રથમ ઇન્ટ્રાનાસલ કોવિડ-19 રસી લોન્ચ કરાઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા અને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જિતેન્દ્રસિંહે આ રસી લોન્ચ કરી છે. તે સ્વદેશી રસી ઉત્પાદક કંપની ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવી છે.

કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણા એલાએ પ્રજાસત્તાક દિવસના અવસર પર લોન્ચની જાહેરાત કરી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં, ભારત બાયોટેકે જાહેરાત કરી હતી કે તે સરકારને પ્રતિ શૉટ 325 રૂપિયા અને ખાનગી રસીકરણ કેન્દ્રોને 800 રૂપિયા પ્રતિ શૉટના ભાવે આ રસી વેચશે.

નાકની આ રસી ભારત બાયોટેક અને વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિને સાથે મળીને વિકસાવી છે. ભારત બાયોટેકે કોરોનાની પ્રથમ સ્વદેશી રસી કોવેક્સિન પણ તૈયાર કરી હતી. ભારત બાયોટેકે આ નાકની રસીને iNCOVACC નામ આપ્યું છે. આ રસી નાક દ્વારા શરીરમાં પહોંચાડવામાં આવે છે.તે  શરીરમાં પ્રવેશતાની સાથે જ કોરોનાના ચેપ અને સંક્રમણ બંનેને ઘટાડી દે છે.અગાઉ, 6 સપ્ટેમ્બરના રોજ, DGCI એ તેની ઇન્ટ્રાનાસલ COVID-19 રસી, Incovacc ને 18 વર્ષથી વધુ વયના પુખ્ત વયના લોકોમાં કટોકટીના સમયે ઉપયોગ માટે મંજૂરી આપી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch