Thu,25 April 2024,12:55 pm
Print
header

અગ્નિપથને લઈને સમગ્ર દેશમાં જોરદાર વિરોધ પ્રદર્શન, શનિવારે ભારત બંધનું એલાન-Gujaratpost

દેશના 10 રાજ્યોમાં હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે

અગ્નિપથ યોજનાના વિરોધને લઈને અનેક સંગઠનોએ આવતીકાલે ભારત બંધનું આહ્વાન કર્યું

નવી દિલ્હીઃ નવી સૈન્ય ભરતી યોજના અગ્નિપથ સામે વિરોધ પ્રદર્શનો હિંસક બની ગયા છે, જેમાં આગચંપી અને પથ્થરમારાના બનાવો વધી રહ્યાં છે. આવતીકાલે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. અગ્નિપથ યોજનાના વિરોધને લઈને અનેક સંગઠનોએ ભારત બંધનું આહ્વાન કર્યું છે. દેશમાં નવી સૈન્ય ભરતી યોજના સામે હિંસક વિરોધ અને આંદોલનો થઈ રહ્યાં છે. દેશના 10 રાજ્યોમાં સ્થિતી હિંસક બની છે.

તેલંગાણાના સિકંદરાબાદમાં 'અગ્નિપથ'ના વિરોધ દરમિયાન એક યુવકનું મોત થયું છે. બીજી તરફ, 13 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. સેનામાં ભરતી સંબંધિત અગ્નિપથ યોજના સામે દેશવ્યાપી વિરોધને કારણે અત્યાર સુધીમાં 200 થી વધુ ટ્રેનોના સંચાલનને અસર થઈ છે. રેલવેએ શુક્રવારે આ જાણકારી આપી છે. રેલ્વેએ કહ્યું કે બુધવારથી વિરોધ શરૂ થયો ત્યારથી 35 ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે 13 ટ્રેનોને ઉપડે તે પહેલા અટકાવી દેવામાં આવી હતી.

બિહારમાં અગ્નિપથ યોજનાના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્રીજા દિવસે પણ અડધું બિહાર ભડકે બળ્યું હતું. 12થી વધુ રેલવે સ્ટેશનો પર તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. 7 ટ્રેનોને આગ ચાંપી દેવામાં આવી હતી. છાપરા, સમસ્તીપુર, લખીસરાય, સુપૌલ અને આરા વિરોધના હોટસ્પોટ બની ગયા છે. એકલા સમસ્તીપુર જિલ્લાનાં બે સ્ટેશન પર 1-1 ટ્રેન સળગાવી દેવામાં આવી હતી. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch