Tue,17 June 2025,9:58 am
Print
header

બેંગલુરુમાં આરસીબીની વિકટરી પરેડમાં નાસભાગ, 11 લોકોનાં મોત, 50 ઘાયલ- Gujarat Post

  • Published By
  • 2025-06-04 20:06:10
  • /

પોલીસની હાજરી છતાં ભીડને કાબૂમાં લેવામાં મુશ્કેલી પડી

બેંગલુરુઃ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની વિક્ટરી પરેડ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે અચાનક નાસભાગ મચી હતી. આ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત થયા છે, જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા.બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમના મુખ્ય ગેટ પાસે આ દુર્ઘટના બની હતી. હજારોની સંખ્યામાં લોકોના પહોંચવાથી ભીડ અચાનક અનિયંત્રિત થઈ ગઈ અને પછી નાસભાગ મચી હોવાનું કહેવાય છે.

ઘાયલોમાંથી ઘણાની હાલત ગંભીર છે.ઘટના સ્થળે હાજર પોલીસે ઘાયલોને એમ્બ્યુલન્સમાં પહોંચાડ્યા અને તેમને નજીકની અનેક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યાં હતા.પોલીસે જણાવ્યું કે રસ્તાઓ પર ભીડભાડને કારણે શરૂઆતમાં એમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચી શકી ન હતી. ઉપરાંત, એક અલગ ઘટનામાં, સ્ટેડિયમમાં કૂદવા માટે ગેટ પર ચડતી વખતે એક પ્રશંસક પડી ગયો અને તેનો પગ તૂટી ગયો હતો.

મોટી સંખ્યામાં પોલીસકર્મીઓની હાજરી હોવા છતાં, તેઓ ભારે ભીડને નિયંત્રિત કરવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યાં હતો. લોકો એક ઝલક લેવા ઝાડ પર પણ ચડી ગયા હતા. નાસભાગ મચવાથી સ્ટેડિયમની બહાર આરસીબીના ઘણા પ્રશંસકો બેહોશ પણ થઈ ગયા હતા. ઘટના સ્થળે હાજર લોકોએ પણ એકબીજાને મદદ કરી હતી. કેટલાક લોકો ઘાયલોને CPR આપતા પણ જોવા મળ્યાં હતા.

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના રાજકીય સચિવ નાસિર અહેમદે આ ઘટના અંગે જણાવ્યું કે ભીડ અચાનક બેકાબૂ બની ગઈ હતી. અમે સ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. તૈનાત સુરક્ષા દળોની સંખ્યા વધારવામાં આવી રહી છે. અમારી પાસે વ્યવસ્થા કરવા માટે પૂરતો સમય ન હતો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch