Tue,08 October 2024,8:22 am
Print
header

બેંગલુરુમાં મહાલક્ષ્મીના ટુકડા કરી ફ્રીઝરમાં રાખ્યાં હતા, આરોપીનો મૃતદેહ ઝાડ પરથી લટકતો મળી આવ્યો

બેંગલુરુઃ થોડા દિવસો પહેલા બેંગલુરુમાં એક ઘરમાં મહિલાના ટુકડા કરવામાં આવ્યાં હતા. મહિલાનું નામ મહાલક્ષ્મી હતું. ફ્રીઝરમાંથી તેના મૃતદેહના ટુકડા મળી આવ્યાં હતા. પોલીસના જણાવ્યાં અનુસાર આ ઘટનામાં શંકાસ્પદે મહાલક્ષ્મીની હત્યા કરી હતી અને તેના શરીરના 59 ટુકડા કરી દીધા હતા, હવે આરોપીએ ઓડિશામાં આત્મહત્યા કરી લીધી છે. તેની લાશ ઝાડ સાથે લટકતી મળી આવી હતી. આરોપી મહાલક્ષ્મીનો બોયફ્રેન્ડ હોવાનું કહેવાય છે જેનું નામ મુક્તિ રંજન રોય હોવાનું કહેવાય છે.

આરોપી તેના ગામ ગયો હતો

પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે મુક્તિ રંજન રોયનો મૃતદેહ ઓડિશાના ભદ્રક જિલ્લાના ધુસુરી પોલીસ સ્ટેશન હેઠળના એક ગામમાંથી મળી આવ્યો હતો. સ્થાનિક પોલીસે બેંગલુરુ પોલીસને જાણ કરી હતી, જેઓ વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિને શોધી રહ્યાં હતા. પ્રાથમિક માહિતી અનુસાર રોય મંગળવારે તેના ગામ ગયો હતો. પરંતુ આ પછી તે ઘરની બહાર નીકળી ગયો હતો અને તેની લાશ ગામની સીમમાં મળી આવી હતી. પરિવારે તેના મૃતદેહની ઓળખ કરી હતી અને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

 મહાલક્ષ્મીના પતિએ અશરફ પર આરોપ લગાવ્યો હતો

બેંગલુરુ શહેર પોલીસે મહાલક્ષ્મીની હત્યાના મુખ્ય શંકાસ્પદ તરીકે તેના એક સહયોગી મુક્તિની ઓળખ કરી હતી. પોલીસને મહાલક્ષ્મીના શરીરના 59 ટુકડા કરવામાં આવ્યા હતા. તેનો મૃતદેહ બેંગલુરુમાં એક બેડરૂમના એપાર્ટમેન્ટમાં રેફ્રિજરેટરમાં રાખવામાં આવ્યો હતો. હત્યાની આ ઘૃણાસ્પદ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો.

આ અઠવાડિયાની શરૂઆતમાં મહાલક્ષ્મીના પતિ હેમંત દાસે અશરફ નામના વ્યક્તિ પર હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે ઉત્તરાખંડનો રહેવાસી અશરફ મહાલક્ષ્મી સાથે લગ્નેતર સંબંધમાં હતો. 29 વર્ષીય સેલ્સવુમન મહાલક્ષ્મી સપ્ટેમ્બરની શરૂઆતથી જોવા મળી ન હતી. પડોશીઓએ ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કર્યા બાદ 21 સપ્ટેમ્બરના રોજ તેના એપાર્ટમેન્ટના રેફ્રિજરેટરમાં તેનો સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch