તહેરાનઃ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સાથીદાર લિન્ડસે ગ્રેહામનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. ઈરાની અખબારો હવે તેમના મોતની ઉજવણી કરી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. ઈરાની અખબાર હમશહરીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે અમેરિકી રાષ્ટ્રપતિ અને અન્ય અમેરિકી અધિકારીઓએ અચાનક મોતનો સામનો કરવો પડશે. અમેરિકી સેનેટરના મોત બાદ, હમશહરીએ તેના પહેલા પેજ પર એક તસવીર પણ પ્રકાશિત કરી હતી. આ તસવીરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લિન્ડસે ગ્રેહામના ફોટોગ્રાફ પાસે ઘૂંટણિયે બેઠેલા દેખાય છે. તસવીરમાં યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથ, ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને અન્ય વરિષ્ઠ યુએસ અને ઇઝરાયલી અધિકારીઓ પણ હાજર હતા.
આ તસવીરની ઉપર એક હેડલાઇન છે જેમાં લખ્યું છે, અચાનક મોત માટે તૈયાર રહો. ઈરાની અખબાર વતન-એ-ઇમરોઝે 13 જુલાઈના રોજ પોતાના પહેલા પાના પર ગ્રેહામના મોતના સમાચાર પ્રકાશિત કર્યા હતા. મોતના સોદાગરનું મોત.
ઈરાની રાજ્ય મીડિયાના એક ન્યૂઝ એન્કરે ગ્રેહામના મોતમાં તેહરાનની ભૂમિકાનો ઉલ્લેખ કરતા કહ્યું, હું ઈરાની રાષ્ટ્રને અભિનંદન આપું છું કે યુદ્ધખોર અને ઈરાન વિરોધી યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામને નરકમાં મોકલવામાં આવ્યા છે. આ મીડિયા અહેવાલોએ ડોનાલ્ડ ટ્રમ્પના MAGA સમર્થકોમાં કાવતરાના સિદ્ધાંતોને વેગ આપ્યો છે. ઘણા લોકોએ ગ્રેહામ સામે અગાઉ IRGC દ્વારા આપવામાં આવેલી મોતની ધમકીઓનો ઉલ્લેખ કર્યો છે અને તેમના મોતની તપાસની માંગ કરી છે.
દક્ષિણ કેરોલિનાના સેનેટર લિન્ડસે ગ્રેહામે રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનને સતત લશ્કરી સહાયનું સમર્થન કર્યું હતું, ગાઝા સંઘર્ષ દરમિયાન ઇઝરાયલને ચુસ્તપણે સમર્થન આપ્યું હતું અને વારંવાર દલીલ કરી હતી કે ઈરાનના વર્તમાન નેતૃત્વને સત્તા પરથી દૂર કરવું જોઈએ. તેમણે એવું સૂચન કરીને વિવાદ પણ ઉભો કર્યો હતો કે ઇઝરાયલ માટે ગાઝામાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવો યોગ્ય હોઈ શકે છે. 28 ફેબ્રુઆરીએ ઈરાન પર થયેલા હુમલા બાદ, ગ્રાહમે ઈરાની સરકારને ઉથલાવી નાખવાની ખુલ્લેઆમ હાકલ કરી હતી.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
થાઈલેન્ડમાં વિદ્યાર્થીએ પહેલા દાદા-દાદીની હત્યા કરી, પછી એક વિદ્યાર્થી અને 5 શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા | 2026-08-07 14:02:00
મેટાના CEO માર્ક ઝુકરબર્ગે માફી માંગી, PM મોદીનો વીડિયો હટાવી દેવાતાં થઈ હતી બબાલ | 2026-08-05 17:02:49
પાકિસ્તાનમાં શાંતિ રેલી દરમિયાન થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 14 લોકોનાં મોત, ઘણા લોકો ઘાયલ | 2026-08-03 09:58:31
અમેરિકાના એક રેસ્ટોરન્ટમાં ગોળીબાર, 3 લોકોના મોત, બે ઘાયલ | 2026-08-02 08:56:50
પેરુમાં પ્રવાસી પ્લેન ક્રેશ, પાયલટ સહિત 13 લોકોનાં મોત, જમીન સાથે અથડાતાં જ વિમાન આગના ગોળામાં ફેરવાયું | 2026-08-02 08:44:56
રાજકોટ: FB પર મિત્રતા કરીને ખેડૂત સાથે રૂ. 6.30 લાખનું સાયબર ફ્રોડ, એક મહિલા સહિત 3 વિદેશી ઝડપાયા | 2026-08-06 18:47:24