Mon,09 December 2024,1:49 pm
Print
header

કરોડો રૂપિયાના કૌભાંડીનો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કર્યો હતો પ્રચાર, બાયડ- માલપુરની જનતાએ આવા નેતાઓનો બહિષ્કાર કરવો જોઇએ

ધવલસિંહ ઝાલા તો એક કા દો કરનારાના કૌભાંડીના પ્રચારક નીકળ્યાં

નેતાઓએ ભૂપેન્દ્રસિંહ પાસેથી શું ફાયદો લીધો તેની પણ સીઆઈડી ક્રાઇમે તપાસ કરવી જોઇએ

નેતાઓના પાપે જનતાના કરોડો રૂપિયા ડૂબ્યાં

અરવલ્લીઃ BZ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાના એક પછી એક રાજકીય કનેક્શન સામે આવી રહ્યાં છે, હવે બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ BZ નું માર્કેટિંગ કર્યું હોવાનો વીડિયો સામે આવ્યો છે, જૂના એક વીડિયોમાં તેઓ સ્ટેજ પરથી બોલી રહ્યાં છે કે જેને રૂપિયા ડબલ કરતા આવડે તે બધું જ કરી શકે છે, તેમનો જૂનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે.જેમાં તેઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના ગોરખધંધાને સપોર્ટ કરતા જોવા મળી રહ્યાં છે.

અંદાજે 14 હજાર લોકોનાં 5000 કરોડ રૂપિયા ડૂબ્યાં હોવાનું સામે આવ્યું છે, આ મામલે કોંગ્રેસે પણ ભાજપ સરકાર સામે સવાલ કર્યાં છે, હજારો શિક્ષકો અને નિવૃત કર્મચારીઓ-અધિકારીઓએ રડવાનો વાળો આવ્યો છે અને હવે ધવલસિંહનો વીડિયો સામે આવ્યો છે, આ એ જ ધવલસિંહ છે કે જેઓ અધિકારીઓને કે કર્મચારીઓને જાહેરમાં ખખડાવી નાખે છે અને ગમે ત્યાં પહોંચીને જનતાના હીતની વાતો કરે છે.

જે જનતાએ ધવલસિંહને વોટ આપીને ધારાસભ્ય બનાવ્યાં છે, તે જનતામાંથી પણ ઘણાં લોકોનાં રૂપિયા ડૂબ્યાં હશે, કારણ કે સૌથી વધુ પીડિતો અરવલ્લી અને સાબરકાંઠાના છે, અરવલ્લીની બાયડ-માલપુર બેઠક ધવલસિંહ ઝાલાનો મતવિસ્તાર છે. જનતાએ પણ આવા નેતાઓનો બહિષ્કાર કરવો જોઇએ અને તેમની પાસે જવાબ માંગવો જોઇએ, હવે જે લોકોના આવા નેતાઓના માર્કેટિંગને કારણે રૂપિયા ડૂબ્યાં છે તે રૂપિયા કોણ પાછા લાવી આપશે તે સૌથી મોટો સવાલ છે.

જો કે ધવલસિંહ ઝાલાનું કહેવું છે કે હું શિક્ષણને લઇને આ વાત કરી રહ્યો હતો, વિદ્યાર્થીઓના ભાવિની વાત કરી રહ્યો હતો, તો અમે તેમને પૂછવા માંગીએ છીએ કે શિક્ષણમાં એક કા દો કરવાની વાત કંઇ રીતે આવી, તમે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ કર્યું અને લોકોનાં કરોડો રૂપિયા ડૂબી ગયા ત્યારે તમે આવી રીતે એક પાક્કા રાજનેતાની જેમ જ પોતાનો બચાવ કરી રહ્યાં છો.

નોંધનિય છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલમાં ફરાર છે અને તે વિદેશ ભાગી ગયો હોવાની પણ શક્યતા છે, આ કેસમાં 7 જેટલા લોકોને સીઆઇડી ક્રાઇમે ઝડપી પાડ્યાં છે, પોલીસે તેની કામગીરી કરી રહી છે પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે જે લોકોના આ પોન્ઝી સ્કીમમાં રૂપિયા ડૂબ્યાં છે તે તે લોકોનું હવે શું થશે ???

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch