Fri,19 April 2024,10:43 am
Print
header

દેશ વિરોધી પ્રવૃતિઓ, PFI કનેકશનની આશંકાને લઇને બેટ દ્વારકામાં ખડકાયો પોલીસ કાફલો- Gujarat Post

(બેટ દ્વારકામાં પોલીસ કાફલો)

બેટ દ્વારકામાં રેન્જ IG અને SP સહિત પોલીસ જવાનોનો કાફલો તૈનાત

સરકારી જમીન પર ગેરકાયદેસર ધાર્મિક દબાણો પર લેવાઈ શકે છે એક્શન

દ્વારકાઃ અહીં PFIની દેશવિરોધી ગતિવિધીઓ ની આશંકાને પગલે મોટું ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બેટ દ્વારકામાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવાયો છે. રેન્જ IG સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બેટ દ્વારકામાં ધામા નાખ્યા છે. અંદાજે 1 હજાર પોલીસ જવાનોને બેટ દ્વારકામાં ખડકી દેવાયા છે. લાગી રહ્યું છે બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો દૂર થવાની શક્યતા છે.સરકારી જમીનો પર ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર થઇ શકે છે.

બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી. બેટ દ્વારકાને કોર્ડન કરી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો

સૌરાષ્ટ્ર રેન્જના ડીઆઈજી સંદીપ સિંઘ, જિલ્લા પોલીસ વડા નિતેષ પાંડે સહિત પીઆઈ, પીએસઆઇ, ડીવાયએસપી અને પોલીસ જવાનો, એસઆરપી જવાનો સહિતના કર્મચારીઓ આ ઓપરેશનમાં જોડાયા છે. મહેસૂલ વિભાગ, પંચાયતી વિભાગ મેરીટાઈમ બોર્ડ, પીજીવીસીએલ સહિતના વિભાગો આ મેગા ઓપરેશનમાં જોડાઈ શકે છે.

યાત્રાધામ બેટ દ્વારકામાં ચાલી શકે છે આ મેગા ઓપરેશન 

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના અધિકારીઓએ કહ્યું કે પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ)ના કેટલાય સભ્યો સીરિયા જઈને આતંકવાદી સંગઠન આઈએસમાં જોડાયા હતા.સુરક્ષાદળોની નજરમાંથી બચવા માટે પીએફઆઈના સભ્યો બીજા દેશમાં જઈને પછી સીરિયા પહોંચ્યાં હતા.

એનઆઈએના અધિકારીઓએ કહ્યું કે પ્રતિબંધિત સંગઠન પીએફઆઈના સભ્યો આઈએસમાં જોડાયા હતા. ભારતમાંથી આઈએસ માટે ગલ્ફદેશોમાંથી આવેલો હમઝા આતંકવાદીઓની ભરતી કરતો હતો. પીએફઆઈના સભ્યોને ધર્મના નામે સીરિયા મોકલવામાં આવતા હતા. હમઝા આ આખા ષડયંત્રનો માસ્ટર માઈન્ડ હતો. એનઆઈએના કહેવા પ્રમાણે ભારતીય સુરક્ષાદળોની નજરમાંથી બચવા માટે પીએફઆઈના સભ્યો પહેલાં સાઉદી અરબ કે તુર્કીમાં જતા હતા.પછી સીરિયા પહોંચીને જેહાદમાં જોડાતા હતા. આતંકવાદી હુમલાની તાલીમ મેળવતા હતા. તેમાંથી કેટલાક આતંકવાદીઓ સીરિયામાં માર્યાં પણ ગયા હતા. કેટલાક વિદેશી સુરક્ષા એજન્સીના હાથમાં ઝડપાયા હતા.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના દસ્તાવેજો પ્રમાણે કેટલાક ગેરમાર્ગે દોરવાયેલા યુવાનો આતંકવાદી પ્રવૃત્તિમાં જોડાતા હતા. પછી વિદેશમાં પકડાયા પછી તેને ભારત મોકલી દેવાયા હતા. 2017માં કેટલાક આઈએસના આતંકવાદીઓની ધરપકડ થઈ હતી. તે પીએફઆઈ સાથે જોડાયેલા હતા. પીએફઆઈ દેશમાં આતંકવાદ ફેલાવવાનું કાવતરું ઘડતું હતું. જેમાં અનેકની એનઆઇએએ ધરપકડ કરી છે. હવે આ જ મામલે ગુજરાતમાં કાર્યવાહી થઇ રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch