Fri,19 April 2024,6:16 am
Print
header

બરવાળાનો લઠ્ઠાકાંડ સુરત પહોંચ્યો, ખાનગી બસના ક્લિનરને બેભાન હાલતમાં હોસ્પિટલ લઈ જવાયો- Gujarat Post

(લઠ્ઠાકાંડનો ભોગ બનનાર ક્લીનર)

ખાનગી બસમાં સુરતથી બોટાદ ગયો હતો ક્લીનર

પોલારપુર ગામમાં પોટલી લાવીને પીધા બાદ તબિયત લથડી

સુરતઃ બોટાદ જિલ્લાના બરવાળામાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 58 લોકોના મોત નીપજ્યાx છે. જ્યારે 90થી વધુ લોકો વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. દરમિયાન બરવાળામાં સર્જાયેલા લઠ્ઠાકાંડનો શિકાર બનેલા હરી માધવ ટ્રાવેલ્સના ક્લિનરે બે દિવસ પહેલા દેશી દારૂ પીધા બાદ તબિયત લથડતાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ક્લિનરને સુરત આવતા દેખાતું બંધ થઈ ગયું હતું અને બેભાન થઈ ગયો હતો. જે બાદ સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

મૂળ અમદાવાદના માંડલા તાલુકાના વતની અને હાલ કતારગામના આંબા તલાવડી પાસે આવેલા વડલા પાર્કિંગમાં રહેતો બળદેવ વિહભાઈ ઝાલા માધવ ટ્રાવેલ્સમાં ક્લિનર તરીક કામ કરે છે, તેના પિતા પોલારપુર ગામે હોટલમાં કામ કરે છે. પાંચ દિવસ પહેલા તે સુરતથી બોટાદ ગયો હતો અને ત્યાંથી પિતા પાસે પોલરપુર ગામે ગયો હતો.જ્યાં  દેશી દારૂની પોટલી પીધા બાદ તબિયત લથડી હતી. જે બાદ તેને બરવાળાના સીએસસી સેન્ટર ખાતે લઈ જવાયો હતો. ડોક્ટરે તપાસ કરીને દવા આપ્યાં બાદ સારુ લાગતાં તે સુરત આવ્યો હતો અને પાર્કિંગમાં ઉંઘી ગયો હતો. તે ઓફિસે ન આવતાં શેઠ તેને જોવા જતાં બેભાન પડ્યો હતો. જે બાદ તેને 108 મારફતે સ્મીમેરમાં ખસેડાયો હતો, હાલ સર્જીકલ આઈસીયુમાં તેની સારવાર ચાલી રહી છે.

દેશી દારૂ પીધા બાદ તેને આંખે અંધારા આવવા લાગ્યા હતા.પાણી પીવાની સાથે જ વોમિટ થઈને બહાર નીકળી જતું હતું. ઉપરાંત ચક્કર પણ આવ્યાં હતા અને તબિયત વધુ બગડતી જતી હતી. ક્લિનરને આંખે દેખાતું સાવ ઓછું થઈ ગયું છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch