Sat,08 August 2026,9:46 pm
Print
header

બાંકીપુર પેટાચૂંટણીમાં પ્રશાંત કિશોરની જીત: 31 વર્ષ પછી ભાજપના ગઢમાં ઈતિહાસ રચાયો

  • Published By Panna Patel
  • 2026-08-03 18:59:13
  • /
  • ભાજપના ગઢમાં PKએ મોટું ગાબડું પાડ્યું
  • પ્રશાંત કિશોરની જીત બાદ રાજકીય ચર્ચાઓ તેજ થઈ

પટના: બાંકીપુર પેટાચૂંટણીમાં જન સુરાજના પ્રશાંત કિશોરે ભવ્ય જીત નોંધાવીને ઈતિહાસ રચી દીધો છે. પ્રાપ્ત આંકડા મુજબ પ્રશાંત કિશોરને કુલ 63912 મત મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવારને 44667 અને RJDના રેખા ગુપ્તાને 14231 મત મળ્યાં હતા. પ્રશાંત કિશોરે 19225 મતોના માર્જિનથી જીત મેળવી છે.

બાંકીપુર લાંબા સમયથી ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવતો હતો. એવામાં પ્રશાંત કિશોરની આ જીતને જન સુરાજ માટે એક બહુ મોટી રાજકીય સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે. આ પરિણામે બાંકીપુરના જૂના રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે. પ્રશાંત કિશોરની જીત સાથે જન સુરાજે બિહારના રાજકારણમાં પોતાની મજબૂત ઉપસ્થિતિ નોંધાવી દીધી છે.

ભાજપના પરંપરાગત પ્રભાવવાળા વિસ્તારમાં આ જીતે પક્ષ સામે પણ નવા રાજકીય પ્રશ્નો ઊભા કર્યા છે. જ્યારે બીજી તરફ RJD ત્રીજા સ્થાને રહ્યું હતું.બાંકીપુરના પરિણામે બિહારના રાજકારણમાં ત્રીજા વિકલ્પ અંગેની ચર્ચાને તેજ કરી છે. પ્રશાંત કિશોરની આ જીતની અસર આગામી ચૂંટણીઓની રણનીતિ અને રાજકીય સમીકરણો પર પણ પડી શકે છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch