Tue,17 June 2025,10:09 am
Print
header

સુરતમાં ધોળા દિવસે બેંકમાં લૂંટ, બંદૂકની અણીએ મહિલા કર્મચારીઓને બંધક બનાવીને રોકડ રકમની લૂંટ કરનાર ઝડપાયો

  • Published By
  • 2025-05-21 09:08:43
  • /

સુરતઃ સોમવારે સુરત શહેરમાં બનેલી એક સનસનાટીભરી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્વસ્તિક પ્લાઝા ખાતે આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની શાખામાં લૂંટારુએ બે મહિલા કર્મચારીઓ અને એક ગ્રાહકને બંદૂકની અણીએ બંધક બનાવીને 3 લાખ 75 હજાર રૂપિયા લૂંટી લીધા હતા. આ ઘટના બપોરે લગભગ 12:30 વાગ્યે બની હતી, જ્યારે બેંકમાં કર્મચારીઓ રાબેતા મુજબ કામ કરી રહ્યાં હતા.

સીસીટીવી ફૂટેજમાં એક યુવક માથા પર સફેદ ટોપી અને પીઠ પર બેગ લઈને બેંકમાં આવેલો દેખાય છે. થોડી વાર પછી તેણે બંદૂકની અણીએ કેશિયરને બહાર બોલાવ્યો અને ગ્રાહક સહિત અન્ય ત્રણ લોકોને અંદર એક જગ્યાએ ઉભા રાખ્યા હતા. આ પછી તેણે મહિલા કર્મચારીને કેશ કાઉન્ટરમાંથી પૈસા કાઢીને તેની બેગમાં રાખવાની સૂચના આપી. લૂંટારું લગભગ 15 મિનિટ સુધી બેંકમાં હાજર હતો અને બધાને ધમકાવતો હતો.

આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

કતારગામ દરવાજા નજીક આવેલા બ્રિટીશ કબ્રસ્તાન પાસેથી આરોપી નાજીસ ઉર્ફે બબલુ મોહંમદ સનઉલ્લાહ શેખ [ઉ.22] ને ઝડપી પાડ્યો હતો, પોલીસે આરોપી પાસેથી એક પિસ્ટલ, 7 નંગ જીવતા કાર્ટીઝ, બેંક લૂંટમાંથી કબ્જે કરેલા રોકડા રૂપિયા, બે મોબાઈલ ફોન, લેપટોપ બેગ, એરબડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પૂછપરછમાં સામે આવ્યું છે કે એમેઝોન પ્રાઈમની ફ્રેન્ચાઈઝી લેવા આરોપીએ યુ ટ્યુબ પર સર્ચ કર્યં હતુ અને કોઇ પણ પાર્સલ ડીલીવરીની ફ્રેન્ચાઈઝી લેવા 10 લાખ રૂપિયાનું રોકાણ જરૂરી હતું, જેથી આરોપીએ આરોપીએ આ લૂંટ કરી હોવાનો દાવો કર્યો હતો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch