Fri,26 April 2024,3:57 am
Print
header

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાઃ અમેરિકા બાદ સંયુક્ત રાષ્ટ્રએ કરી નિંદા

હિન્દુઓના ઘરોમાં આગચંપી, હત્યાઓના બનાવો વધ્યાં 

(તસવીર સૌજન્યઃ ટ્વીટર)

ઢાકાઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધતા હુમલાઓને લઈને ભારતની બાદ અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રએ ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર હુમલા તેના બંધારણના મૂલ્યોની વિરુદ્ધ છે, પ્રધાનમંત્રી શેખ હસીના સરકારને હુમલાઓની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે.

બાંગ્લાદેશમાં સંયુક્ત રાષ્ટ્રના રેઝિડેંટ કો-ઓર્ડિનેટર મિયા સેપ્પોએ ટ્વીટ કરીને લખ્યું, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર તાજેતરમાં થયેલા હુમલા સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષાથી પ્રેરિત, બંધારણના મૂલ્યોની વિરુદ્ધમાં છે, તેને રોકવાની જરૂર છે.અમે સરકારને લઘુમતીઓની સુરક્ષા માટે અપીલ કરીએ છીએ.

બાંગ્લાદેશમાં અફવા બાદ ભડકેલી હિંસા બાદ અત્યાર સુધીમાં છ લોકોના મોત થઇ ગયા છે. પોલીસ મુજબ, પીરગંજમાં હિન્દુઓના 66 ઘરોમાં આગચંપી કરવામાં આવી છે. ગૃહમંત્રીએ જાણકારી આપતાં જણાવ્યું કે, હિન્દુઓના ઘર સળગાવનારા દોષીતોની ઓળખ કરવામાં આવી છે,45થી વધુ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે.  

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch