Wed,16 July 2025,7:38 pm
Print
header

અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા

  • Published By Panna patel
  • 2025-06-16 14:05:29
  • /

બનાસકાંઠાઃ આ ઘટના વિશે જાણતા જ તમે કહેશો કે ખરેખર આપણું ગુજરાત અસલામત બની રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ-ઇન્સ્પેક્ટરનાં વૃદ્ઘ માતા-પિતાની રાત્રે લૂંટારાઓએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી નાખી છે. લૂંટારાઓએ બંને વૃદ્ધોનાં ચહેરા પર તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ચહેરા ચીરી નાખ્યાં હતા. માતાના પગ કાપીને કડલાં પણ લૂંટી લીધા હતા. આ હત્યાથી સમગ્ર પંથકમાં સન્નાટો છવાયો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સપેક્ટર અજમલ ચૌધરીના જસરા ગામે માતા હોશીબેન અને પિતા વરધાજી ચૌધરીની ક્રૂર રીતે હત્યા કરી નાખવામાં આવી છે. અજાણ્યા ઇસમોએ લૂંટના ઇરાદાથી પીઆઇના માતા-પિતાની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

સવારે અજમલ ચૌધરીના ખેતરમાં કામ કરતો વ્યક્તિ તેમના ઘરે પહોંચ્યો ત્યારે ઘરના આંગણામાં ખાટલામાં બંનેના મૃતદેહો લોહીલુહાણ હાલતમાં મળતા પોલીસને જાણ કરાઇ હતી. ડબલ મર્ડરની ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસકર્મીઓ, ડૉગસ્ક્વૉડ, FSLની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યાં અનુસાર વરધાજી મોતીજી પટેલ અને તેમના પત્ની હોશીબેન પટેલની હત્યા કરવામાં આવી છે. વરધાજીનો પુત્ર અજમલ ચૌધરી પોલીસ ઈન્સપેક્ટર છે. લૂંટારુ મહિલાના પગ કાપીને કડલાં લૂંટી લેવાયા હતા. તેમજ લૂંટારુંઓ કાનની બુટ્ટીઓ પણ કાપીને લઈ ગયા છે અને ઘરમાં તિજોરી પણ તોડેલી છે. પ્રાથમિક તપાસમાં જે ઈસમો આવ્યાં હતા તેમને લૂંટના આશયથી હત્યાને અંજામ આપ્યો છે. પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch