(પ્રતિકાત્મક ફોટો)
બનાસકાંઠાઃ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 6 યુવકોએ એક યુવતીને બ્લેકમેલ કરીને તેની સાથે રેપ કર્યો છે. યુવતીનો કોલેજમાં વિશાલ સાથે પરિચય થયો હતો, ત્યારબાદ બંને ઈન્સ્ટાગ્રામ પર સારા મિત્રો બની ગયા હતા. બંને વચ્ચે મુલાકાતો થવા લાગી હતી, દરમિયાન વિશાલે છેતરપિંડી કરીને તેનો ન્યૂડ વીડિયો બનાવી લીધો હતો.
આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને વિશાલે યુવતીને તેના એક મિત્ર પાસે મોકલી હતી. પહેલા તેના મિત્રએ તેની સાથે બળાત્કાર કર્યો અને પછી 5 અલગ-અલગ લોકોએ તેને ન્યૂડ વીડિયોના નામે બ્લેકમેલ કરીને તેના પર બળાત્કાર કર્યો હતો, પીડિતાએ વિશાલ સહિત 6 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને આધારે પીડિતાની મેડિકલ તપાસ કરાઇ છે.
પીડિતા સાથે પહેલો સંપર્ક વિશાલે કર્યો હતો જે તેને હોટલમાં નાસ્તો કરવા લઈ ગયો હતો. ત્યાં નાસ્તો પડવાને કારણે પીડિતાના કપડાં ગંદા થઈ ગયા હતા, જેથી તે સાફ કરવા રૂમના બાથરૂમમાં ગઈ હતી. જ્યારે તે કપડાં બદલી રહી હતી ત્યારે વિશાલે તેનો વીડિયો બનાવ્યો અને પછી તેને વાયરલ કરવાની ધમકી આપીને તેને તેના મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું.
યુવતી પર બળાત્કાર કરનારા આરોપીઓમાં રાહુલ, દીપક, શુભમ, આશિષ અને જીગરનો સમાવેશ થાય છે. આ બધાએ પીડિતાને બ્લેકમેલ કરીને ન્યૂડ વીડિયોના નામે અલગ-અલગ સમયે બળાત્કાર ગુજાર્યો હતો. નવેમ્બર 2023થી શરૂ થયેલો આ સિલસિલો ફેબ્રુઆરી 2025 સુધી અટક્યો ન હતો, જેથી કંટાળીને પીડિતાએ 6 મિત્રો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કંડલા SEZ માં સોપારીના સ્મગલિંગ સહિતના ગોરખધંધા બંધ થઇ ગયા, માફિયાઓ અધિકારીઓને હટાવવા મારી રહ્યાં છે હવાતિંયા | 2025-03-27 17:44:47
Acb ટ્રેપઃ સસ્પેન્ડ થયા છે છંતા લાંચ તો લેવી જ પડે...આ સસ્પેન્ડેડ નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા | 2025-03-27 16:07:49
CM ભૂપેન્દ્ર પટેલના આર એન્ડ બી વિભાગના ઓનલાઇન ટેન્ડરોમાં મોટી ગેમ થઇ રહી હોવાના આક્ષેપો, કોન્ટ્રાક્ટરોએ આપ્યાં પુરાવા | 2025-03-27 15:51:17
GST નુ રૂ. 1814 કરોડનું કૌભાંડ, 145 બોગસ પેઢીઓના કેસમાં મોહંમદ સુલતાનની ધરપકડ- Gujarat post | 2025-03-27 13:54:35
કથા દરમિયાન કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયા, જાણો લેટેસ્ટ અપડેટ - Gujarat Post | 2025-03-27 13:09:24
અમરેલીઃ બગસરાની શાળામાં 40 જેટલા વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડ મારીને કાપા માર્યા, પોલીસ તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ- Gujarat Post | 2025-03-26 20:26:46
સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ મુદ્દે હિન્દુ સંગઠનોએ 2 દિવસનું અલ્ટીમેટમ આપ્યું- Gujarat Post | 2025-03-25 20:06:10