સાંસદ ગેનીબેન ઠાકોરે વિભાજનના નિર્ણયને એકતરફી ગણાવ્યો
કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારના આ નિર્ણયને ખોટો ગણાવ્યો
થરાદઃ નવા વર્ષની શરૂઆતમાં સરકારે બનાસકાંઠાના બે ભાગલા પાડીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કર્યો હતો. સરકારના આ નિર્ણયનો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. થરાદમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ધાનેરા અને કાંકરેજના શિહોરીમાં નારાજગી જોવા મળી રહી છે. બંને તાલુકાવાસીઓ બનાસકાંઠામાં રહેવા માંગે છે. સરહદી વિસ્તાર તરીકે ઓળખાતા બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદની નવા જિલ્લાની શરૂઆત સાથે વિરોધના સૂર રેલાયા છે. કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે મામલતદારને લેખિતમાં રજૂઆત પણ કરાઈ છે.
વાવ-થરાદ જિલ્લામાં કાંકરેજનો સમાવેશ કરવામાં આવતાં શિહોરીના વેપારીઓએ દુકાનો સજ્જડ બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુરૂવારે વહેલી સવારથી જ શિહોરની બજારોમાં સ્વયંભૂ બંધ રાખવામાં આવતાં સન્નાટો છવાઇ ગયો છે. શિહોરીવાસીઓની માંગ છે કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં યથાત રાખવામાં આવે.
બનાસકાંઠા જિલ્લાના વિભાજનના સરકારના નિર્ણયને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારના આ વિભાજનના નિર્ણયને એકતરફી ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે કોઈ ગ્રામ પંચાયતનું પણ વિભાજન કરવું હોય તો પણ ગ્રામ પંચાયતનો ઠરાવ, તો તાલુકા પંચાયતનું વિભાજન કરવું હોય તો ઠરાવ અને સૂચનો લેવામાં આવતા હોય છે પણ આ વખતે કોઈ સરપંચો, તાલુકાના આગેવાનો કે ધારાસભ્યો કે ચૂંટાયેલા પદાધિકારીઓનો અભિપ્રાય લીધા નથી. આ એક તરફી જિલ્લાનું વિભાજન છે, લોકોને વિશ્વાસમાં લઈને વિભાજન કર્યું હોત તો બધા રાજી રહ્યાં હોત.
કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારના આ નિર્ણયને ખોટો ગણાવ્યો છે. સરકારે કોઇપણ ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના આ નિર્ણય લીધો છે. કાંકરેજ તાલુકાનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં થવો જોઇએ. ધાનેરાનો પણ વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવતાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલે પણ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ધાનેરા તાલુકાના લોકોને વાવ-થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે. ધાનેરાવાસીઓ માટે ધાનેરા અનુકૂળ વિસ્તાર નથી. જો ભવિષ્યમાં લોકો સરકારના આ નિર્ણયના વિરોધમાં આંદોલન કરશે તો કૉંગ્રેસ તેમની સાથે ઉભી રહેશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ટ્રમ્પ શાસનમાં 20 હજાર ભારતીયો પેપર્સ વગર અટવાયા... ફાઇનલ હટાવવાનો આદેશ આવવાનો છે | 2025-01-22 14:59:10
અમદાવાદ એરપોર્ટ પરથી 7 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ચાર દિવસમાં બીજી ઘટના - Gujarat Post | 2025-01-22 14:33:12
કર્ણાટકમાં ફળ-શાકભાજી વેચવા જતી ટ્રક ખીણમાં ખાબકી, 10 લોકોનાં મોત - Gujarat Post | 2025-01-22 11:59:29
તુર્કીના રિસોર્ટમાં ભીષણ આગ, અત્યાર સુધીમાં 66 લોકોનાં મોત, લોકો ડરના કારણે બારીમાંથી કૂદી પડ્યાં | 2025-01-21 20:28:51
ગૌતમ અદાણી મહાકુંભમાં, CM ભૂપેન્દ્ર પટેલ આ તારીખે લગાવશે આસ્થાની ડૂબકી - Gujarat Post | 2025-01-21 11:40:26
સુરતમાં હીરાના વેપારી હની ટ્રેપમાં ફસાયા, સોનાની બે વીંટી સહિત રૂ. 1.45 લાખની લૂંટ | 2025-01-21 10:02:51
સુરત: ડોનાલ્ડ ટ્રમ્પનું 4.30 કેરેટ લેબગ્રોન ડાયમંડમાંથી બનાવેલ પોટ્રેટ તૈયાર કરાયું, કિંમત 10 હજાર યુએસ ડોલર | 2025-01-20 17:50:23
પંડિત પ્રદીપ મિશ્રાની કથા પર વિવાદ, પીએમ મોદી સહિત ભાજપના નેતાઓની તસવીરોવાળા હોર્ડિંગ્સ હટાવાયા | 2025-01-19 17:29:33
અમદાવાદમાં નરોડા પોલીસે બે પોલીસકર્મીઓ વિરુદ્ધ FIR નોંધી, PCR વાનમાં દારૂ અને રોકડ મળી હતી | 2025-01-18 19:16:33
ACB ટ્રેપઃ આણંદ જિલ્લામાં 1.50 લાખ રૂપિયાની લાંચ લેતા આ પોલીસકર્મી ઝડપાયો | 2025-01-17 12:31:23
જામનગર DRI નું ઓપરેશન, કચ્છમાંથી પ્રોસેસ ઓઇલની આડમાં આવેલો સોપારીનો જથ્થો ઝડપાયો | 2025-01-17 12:06:17
ખેડામાં સીતાપુર પાસે અમદાવાદ-ઈન્દોર હાઇવે પર કાર પલટી જતા 4 લોકોનાં મોત, નીલગાય આવી જતા અકસ્માત | 2025-01-17 12:00:15
ACB ટ્રેપઃ છાપીમાં રૂ.50 લાખની લાંચની માંગણી, 15 લાખ રૂપિયા લેતા સરપંચનો પતિ ઝડપાયો | 2025-01-16 21:23:42
જામનગરમાં ભયાનક અકસ્માત, સ્પીડમાં જઈ રહેલી કાર પલટી જતા 3 મિત્રોનાં ઘટના સ્થળે જ મોત | 2025-01-16 16:49:26