Wed,22 January 2025,5:06 pm
Print
header

બનાસકાંઠાની આ સ્ટોરી તો ફિલ્મને પણ ટક્કર માર તેવી છે, વીમો પકવવા હત્યા અને બે લાશોનો કરાયો ઉપયોગ- Gujarat Post

ગુજરાતમાં ક્રાઈમ પેટ્રોલને ટક્કર મારે તેવી સનસનીખેજ ઘટના બની

એક પછી એક ખુલાસા સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ

વડગામઃ બનાસકાંઠાના વડગામ તાલુકાના ધનપુરા ગામમાં એક કારમાંથી મળેલી લાશ મામલે નવો ખુલાસો થયો હતો. કોઈ ફિલ્મ જેવો સીન સર્જાતા પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ છે. રૂપિયા 1.26 કરોડનો વીમો પકવવા માટે દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ કરશનજી પરમારે મિત્રો સાથે મળીને અકસ્માતના કરેલા નાટકના કારસ્તાનમાં બે લાશોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. જેમાં પ્રથમ કારમાંથી મળેલી લાશ પાલનપુરના ઢેલાણા ગામના રમેશભાઈ તળશીભાઈ સોલંકીની નથી તેવું પીએમ રિપોર્ટમાં સાબિત થયું હતું.

અન્ય આરોપીઓની રિમાન્ડ લઈ પૂછપરછ કરતા અને ફોરેન્સીક રિપોર્ટ મુજબ, લાશ ચાર માસ જૂની નથી તેવું સામે આવ્યું છે.આરોપી સેધાજી ઘેમરજી ઉર્ફે ધિરાજી ઠાકોરને પોલીસે પૂછતા તેણે જણાવ્યું કે, આ લાશ દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહના હોટલ પર મજુરી કામ કરતા  રેવાભાઈ મોહનભાઈ ગામેતી (ઠાકોર)ની છે. જેની હત્યા કરીને લાશને ગાડીમાં મૂકીને સળગાવી હતી, તેમજ પ્રથમ સ્મશાનમાંથી જે લાશ કાઢી હતી તે 22 ડિસેમ્બરે બીજા આરોપી ભેમાજી ભીખાજી રાજપુતે કાઢીને પોતાના ખેતરમાં રાખી હતી.

જોકે લાશની સ્થિતિ એવી હતી કે માત્ર હાડકા જ દેખાતા હતા. જેથી વીમા કંપની સળગેલી લાશ જુવે તો વહેમ પડે અને વીમો પાકે નહીં તેવા ડરથી લાશને ખેતરમાં જ ખાડો ખોદીને સળગાવીને દફનાવી દીધી હતી અને તાજી બોડી માટે હોટલના કર્મચારી રેવાભાઈ મોહનભાઈ ઠાકોરની હત્યા કરી હતી. આ કેસમાં હવે બે અલગ અલગ લાશોના અવશેષોનું ડીએનએ થશે. હાલમાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે અને કેસની વધુ તપાસ હાથ ધરી છે

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch