આ ગેંગ નીલગાયનો શિકાર કરીને માંસ થેલીઓમાં ભરતી હતી ત્યારે જ પોલીસ ત્રાટકી
પાંચ બંદૂક સહિતનાં હથિયારો જપ્ત કરવામાં આવ્યાં
કોર્ટે જામીન નામંજૂર કરતાં તમામને જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવ્યાં
બનાસકાંઠાઃ જિલ્લાના અમીરગઢના જંગલમાંથી વન વિભાગ અને પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન કરીને એક શિકારી ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ જંગલમાં નીલગાયને નિશાન બનાવીને શિકાર કરતી હોવાની બાતમી વન વિભાગને મળી હતી. વન વિભાગની ટીમ વન્યજીવ રેન્જ ઇકબાલગઢના કપાસિયા રાઉન્ડમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે તેમને શિકારના ઇરાદે ઘૂસેલા અજાણ્યા ઇસમો વિશે બાતમી મળી હતી.
સર્ચ દરમિયાન તેમને બંદૂકના ધડાકાના અવાજ સંભળાતા ટીમે તે દિશામાં આગળ વધીને ઓપરેશન શરૂ કર્યું હતું. સતત 16 કલાક સુધી જંગલ ખૂંદ્યા બાદ પોલીસ અને વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમને જોઇને 4 શખસ નાસી છૂટવામાં સફળ રહ્યા, જ્યારે 10 સભ્યોની શિકારી ગેંગ હાથ લાગી હતી.
આરોપીઓ નીલગાયનો શિકાર કરીને તેના માંસને પ્લાસ્ટિકની થેલીઓમાં ભરી રહ્યાં હતા.વન અધિકારીઓએ શિકારીઓ પાસેથી પાંચ બંદૂક જપ્ત કરી હતી, જેમાંથી ચાર બંદૂક લાઇસન્સ વગરની હોવાનું સામે આવ્યુંહતું. ગેરકાયદેસર શિકાર ઉપરાંત ગેરકાયદેસર હથિયારો રાખવા બદલ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. કોર્ટે તેમના જામીન નામંજૂર કરતાં તમામને જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવ્યા હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
યુરોપના નામે લીબિયા લઇ ગયા: મહેસાણાનો પરિવાર બંધક, એજન્ટોએ માંગી રૂ. 2 કરોડની ખંડણી | 2025-12-12 19:05:17
અમદાવાદમાં લાગી આગ, સાયન્સ સિટીમાં 50 લોકોને બચાવી લેવાયા | 2025-12-12 18:46:49
મનરેગાનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના થશે, કેબિનેટમાં મંજૂરી | 2025-12-12 18:41:25
વીડિયો દ્વારા વિશ્વાસ જીત્યો.. શેરબજારમાં મોટી કમાણી કહીને વૃદ્ધ પાસેથી 2.52 કરોડ રૂપિયા પડાવી લીધા | 2025-12-12 17:59:47
કફ સિરપ કેસમાં ED એ અમદાવાદ સહિત દેશભરમાં 25 સ્થળોએ દરોડા પાડ્યાં, રૂ.1000 કરોડથી વધુનું ગોરખધંધો | 2025-12-12 10:52:52
જામનગરઃ પત્નીના લિવ-ઇન પાર્ટનરને બજારમાં જોતા જ ઉશ્કેરાયેલા પૂર્વ પતિએ તેની હત્યા કરી નાખી | 2025-12-12 10:19:18
પાટડીના નાવીયાણી પાસે ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત, બાઇકને ટક્કર મારીને વાહનચાલક ફરાર | 2025-12-11 09:52:53
રાજ્યમાં વધુ એક BLO ની તબિયત લથડી, સલાયામાં SIR ની કામગીરી કરતી વખતે છાતીમાં દુખાવો ઉપડ્યો | 2025-12-10 19:28:39
ધુરંધર ફિલ્મના ડાયલોગથી વિવાદ: સંજય દત્તના સંવાદ પર જૂનાગઢમાં બલોચ મકરાણી સમાજમાં રોષ | 2025-12-10 19:20:52
ચારિત્ર્ય પર શંકા અને ઘરેલું કંકાસમાં કરુણ અંત...બોટાદમાં પતિએ પત્નીને કુહાડીના ઘા મારીને કરી હત્યા | 2025-12-10 14:36:11