બનાસકાંઠા: કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સામાજિક જાગૃતિને લઇને લોકોને અપીલ કરી છે. અષાઢી બીજના પવિત્ર દિવસે લાખણી તાલુકાના મોટાકાપરા ગામે આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે અંધશ્રદ્ધા અને રૂઢિચુસ્ત વિચારો સામે ખુલ્લો મોરચો માંડ્યો છે.
સાંસદ ગેનીબેન ઠાકોરે ઉમેર્યું કે, જો ઘરમાં દીકરા-દીકરીઓ ભણશે, તો આવનારી નવી પેઢી આવી ખોટી અંધશ્રદ્ધા અને વર્ષો જૂના કુરિવાજોના ચક્રવ્યૂહમાંથી મુક્ત થઈ જશે. આજના આધુનિક યુગમાં શિક્ષણ જ એકમાત્ર એવું સશક્ત માધ્યમ છે, જેના દ્વારા આખા સમાજની કાયાપલટ થઈ શકે છે.
ચમત્કારોમાં અંધવિશ્વાસ રાખતા અને લોકોને ગેરમાર્ગે દોરતા વર્ગને આડેહાથ લેતાં તેમણે સવાલ કર્યો હતો કે, ભુવાજીના કહેવા પર ભાઈ-ભાઈઓ વચ્ચે ક્યાંય સંપ કે પ્રેમ વધે છે ? આમ કહીને તેમણે અંધશ્રદ્ધા ફેલાવનારા ભુવાઓ પર આકરા પ્રહારો કર્યા હતા.
તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને ખાસ વિનંતી કરી કે, તેઓ અંધશ્રદ્ધા અને ખોટા વહેમો પાછળ પોતાનો સમય વેડફવાને બદલે સંતાનોના ભણતર પાછળ પોતાની શક્તિ ખર્ચે. મોટાકાપરા ગામના ધાર્મિક કાર્યક્રમમાં ઉમટેલી વિશાળ જનમેદનીને સંબોધતા ગેનીબેને સ્ત્રીઓની સામાજિક ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ અને આકરા શબ્દોમાં જણાવ્યું કે, તમે દીવા કરો, ધૂપ કરો, માનતા રાખો કે ગમે તેવા મોટા જમણવાર કરો, પરંતુ જો તમારા કર્મો સારા નહીં હોય તો કુદરત પણ તમારો સાથ આપવાની નથી
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
ગુજરાતમાં ખેડૂતોને ન્યાય ન મળતા હવે ખેડૂત નેતા રાકેશ ટિકૈતની એન્ટ્રી, મોરબીના રવાપરમાં 8 ઓગસ્ટે કિસાન મહાસભા | 2026-08-06 18:38:58
રાજસ્થાનમાં OBC કમિશનના રિપોર્ટમાં રમત? પંચાયતો વધી રહી છે અને અનામત ઘટી રહ્યું છે | 2026-08-06 18:30:36
સુરત ભાજપનો આંતરિક વિવાદ બન્યો હિંસક: MLA કાંતિ બલરની ઓફિસમાં મહિલા કોર્પોરેટર અને પતિ પર હુમલો | 2026-08-05 16:45:26
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આ તારીખથી શરૂ થશે | 2026-08-03 19:05:52
બાંકીપુર પેટાચૂંટણીમાં પ્રશાંત કિશોરની જીત: 31 વર્ષ પછી ભાજપના ગઢમાં ઈતિહાસ રચાયો | 2026-08-03 18:59:13
થાઈલેન્ડમાં વિદ્યાર્થીએ પહેલા દાદા-દાદીની હત્યા કરી, પછી એક વિદ્યાર્થી અને 5 શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા | 2026-08-07 14:02:00
રાજકોટ: FB પર મિત્રતા કરીને ખેડૂત સાથે રૂ. 6.30 લાખનું સાયબર ફ્રોડ, એક મહિલા સહિત 3 વિદેશી ઝડપાયા | 2026-08-06 18:47:24