અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ અને તેને જોડતા રસ્તાઓ પર વધતી ગંદકીને રોકવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તારમાં હવેથી પક્ષીઓને ચણ નાખવા (બર્ડ ફીડિંગ) કે પ્રાણીઓને ખોરાક આપવા (એનિમલ ફીડિંગ) પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
રિવરફ્રન્ટ વિસ્તારમાં જાહેર સ્થળોએ ગંદકી અટકાવવા માટે 10 સભ્યોની એક વિશેષ ટાસ્કફોર્સ બનાવવામાં આવી છે. આ ટીમમાં રિવરફ્રન્ટના અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટરનો સમાવેશ કરાયો છે. આ ટીમ સતત પેટ્રોલિંગ કરીને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે એનફોર્સમેન્ટની કામગીરી કરશે.
કોર્પોરેશન દ્વારા વર્ષ 2013 થી અમલી બનેલા હેલ્થ બાયલોઝ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જાહેરમાં પક્ષી કે પશુઓને ફીડિંગ કરાવનાર સામે રૂપિયા 100 ની પેનલ્ટી ફટકારવામાં આવશે. જો કોઈ વ્યક્તિ કે સંસ્થા જાહેરમાં ગંદકી કરશે, તો સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પેનલ્ટી કે વહીવટી ચાર્જ વસૂલવામાં આવશે.
તંત્ર દ્વારા આગામી સમયમાં શહેરભરના જાહેર સ્થળોએ તબક્કાવાર આ પ્રતિબંધ અમલી બનાવવાનું આયોજન છે. રખડતા ઢોર પર પ્રતિબંધ બાદ હવે ડોગ ફીડિંગ (કૂતરાઓને ખોરાક આપવા) પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કોર્પોરેશન પહેલા શહેરમાં ડોગ ફીડિંગ સ્પોટ આઈડેન્ટીફાય કરશે અને ત્યારબાદ જાહેર સ્થળોએ ખોરાક આપવા પર પ્રતિબંધ અંગે નોટિસ પાઠવશે.
કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ, શહેરમાં બર્ડ ફીડિંગ સ્પોટની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે જાહેર માર્ગો અને પ્રોજેક્ટ વિસ્તારોમાં ગંદકીનું પ્રમાણ વધ્યું છે. હેલ્થ બાયલોઝ હોવા છતાં અત્યાર સુધી અસરકારક અમલવારી થતી ન હતી, જે હવે ટાસ્કફોર્સની રચના સાથે કડક બનાવવામાં આવશે.
પ્રેમ લગ્ન બાદ ઝઘડાથી કંટાળી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ: ચિઠ્ઠીમાં લખ્યું- મેરી વાલીને ગદ્દારી કી હૈ | 2026-07-17 18:26:36
પીએમ અર્બન ચેલેન્જ ફંડ: અમદાવાદના 6 પ્રોજેક્ટ્સ માટે રૂ. 2719 કરોડ મંજૂર | 2026-07-17 18:09:32
ગેનીબેન ઠાકોરે ભુવાઓને આડેહાથ લઈ શું કહ્યું? | 2026-07-17 17:56:05
મગરે 12 વર્ષના છોકરાને જીવતો ફાડી ખાધો, નદીમાં હાથ ધોતી વખતે અચાનક કર્યો હુમલો | 2026-07-17 16:40:29
કચ્છમાં 27 વર્ષીય એરફોર્સના જવાને AK-47 રાઇફલ વડે ગોળી મારીને કરી આત્મહત્યા | 2026-07-17 16:00:51
સુરતમાં જગન્નાથજીની રથયાત્રામાં ગયેલી બે બહેનપણીઓનો અકસ્માત, એકનું મોત | 2026-07-16 19:45:56
TechD Cyber Security એ ભારત અને યુએઈની અગ્રણી બ્રાન્ડ્સ પાસેથી MSSP મેન્ડેટ્સ મેળવ્યાં, દેશવ્યાપી TECHD ONE રોડ શોની શરૂઆત કરી | 2026-07-16 20:07:19
રથયાત્રાના પવિત્ર દિવસે અમદાવાદમાં અમી છાંટણા, વાતાવરણમાં ઠંડક પ્રસરી | 2026-07-16 17:26:44
149 મી ભગવાન જગન્નાથની રથયાત્રામાં ઉમટ્યાં હજારો ભક્તો, સુરક્ષામા અનેક પોલીસકર્મીઓ ખડેપગે | 2026-07-16 11:52:50
ફરી લજવાઈ પાટણની પ્રભુતા, રૂ. 5 હજાર માટે વિધવાને પેટ્રોલ છાંટી જીવતા સળગાવાયા | 2026-07-15 17:52:05