બલુચિસ્તાનઃ બલૂચ લિબરેશન આર્મી (BLA) એ મોટી ઉથલ પાથલની ચેતવણી આપી છે. તેમને વિદેશી પ્રોક્સી હોવાના દાવાઓને નકારી કાઢ્યાં છે. આ જૂથે આગામી સમયમાં પોતાને પ્રદેશમાં એક ગતિશીલ અને નિર્ણાયક પક્ષ તરીકે ગણાવ્યું છે. BLA એ કબ્જા હેઠળના બલુચિસ્તાનમાં 51 થી વધુ સ્થળોએ પાકિસ્તાની લશ્કરી અને ગુપ્તચર સ્થળોને નિશાન બનાવીને 71 હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે.
BLA એ દાવો કર્યો છે કે તેમને પાકિસ્તાની સૈન્ય અને ગુપ્તચર એજન્સીઓ સાથે સાંઠગાંઠ કરી હતી. અમે એ ધારણાને સખત રીતે નકારી કાઢીએ છીએ કે બલૂચ રાષ્ટ્રીય પ્રતિકાર કોઈ પણ રાજ્ય અથવા શક્તિ માટે એક પ્રોક્સી છે. BLA ન તો કોઈ પ્યાદુ છે કે ન તો કોઈની નજરે જોનાર છે. અમે અમારા હકો માટે જ કામ કરીએ છીએ.
BLA એ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે અને તેના પર આતંકવાદને પ્રોત્સાહન આપતી વખતે ભ્રામક શાંતિના ભાષણનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો છે. ભારતને સીધા સંબોધતા BLA એ કહ્યું કે, પાકિસ્તાન તરફથી શાંતિ, યુદ્ધવિરામ અને ભાઈચારાની બધી વાતો ફક્ત એક બકવાસ, યુદ્ધ વ્યૂહરચના અને કામચલાઉ ચાલાકી છે. આ એક એવું રાજ્ય છે જેના હાથ લોહીથી રંગાયેલા છે અને જેના દરેક વચન લોહીથી રંગાયેલા છે.
BLA એ પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સી ISI ને પણ દોષી ઠેરવ્યાં અને તેને આતંકવાદને પ્રોત્સાહન આપતું સ્થળ ગણાવ્યું છે.પાકિસ્તાન ફક્ત વૈશ્વિક આતંકવાદીઓને આશ્રય આપવાનું સ્થાન નથી, પરંતુ તે લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને ISIS જેવા ઘાતક આતંકવાદી જૂથોના રાજ્ય-પ્રાયોજિત વિકાસનું કેન્દ્ર પણ રહ્યું છે. આ આતંકવાદ પાછળનું નેટવર્ક ISI છે. પાકિસ્તાન હિંસક વિચારધારા ધરાવતું પરમાણુ રાજ્ય બની ગયું છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટની આગાહી, રાજકોટ સહિત સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ | 2025-06-17 09:29:09
વિમાન દુર્ઘટનામાં 125 પીડિતોની ઓળખ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવી, 64 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા | 2025-06-17 08:56:53
ACB ની મોટી કાર્યવાહી, 50 હજારની લાંચ લેતા ક્લાર્ક રંગેહાથ ઝડપાયો | 2025-06-17 08:43:35
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post | 2025-06-16 10:53:26
ઈરાનમાં ખતરનાક તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સરકારને વિનંતી, ઝડપથી પાછા લાવવાની વ્યવસ્થા કરો, ત્રણ દિવસથી ઉંઘ પણ નથી આવી | 2025-06-16 10:46:26
ઈરાન ટ્રમ્પની હત્યા કરવા માંગે છે...નેતન્યાહૂએ જણાવ્યું કે ખામેનીએ અમેરિકન રાષ્ટ્રપતિને મારવાનું કાવતરું કેમ ઘડ્યું છે ? | 2025-06-16 08:46:22
અમેરિકામાં બે સાંસદોને ઘરમાં ઘૂસીને ગોળી મારવામાં આવી, એક મહિલા સાંસદ અને તેમના પતિનું મોત | 2025-06-15 07:52:19
ભયંકર યુદ્ધ... ઈરાને ઈઝરાયલ પર છોડી 150 મિસાઈલ, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સની કાર્યવાહીમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમના પ્રમુખનું મોત - Gujarat Post | 2025-06-14 10:51:55
પુણેમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો, 4 લોકોના મોત | 2025-06-15 16:54:48