મોટી સંખ્યામાં ભક્તો ઉમટવાની શક્યતાને લઈને બાબાના દરબારનું સ્થળ બદલાયું
ચાણક્યપુરીને બદલે ઓગણજમાં પ્રમુખ સ્વામી નગરમાં લાગી શકે છે દરબાર
અમદાવાદઃ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાત પ્રવાસે છે. સુરતમાં દિવ્ય દરબાર બાદ તેઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. સુરત બાદ 29 અને 30 મેના રોજ અમદાવાદમાં બાબાનો દિવ્ય દરબાર યોજાશે. ચાણક્યપુરીમાં આયોજકો અને પોલીસ સામ-સામે આવી ગયા બાદ કાર્યક્રમના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને ઓગણજમાં પ્રમુખ સ્વામી નગરમાં હવે આ કાર્યક્રમ થઇ શકે છે. ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદથી અંબાજી પણ દર્શન માટે ગયા હતા.અંબાજીથી વિશ્વ ઉમિયાધામમા મા ઉમિયાના દર્શન કર્યા હતા.
બીજી તરફ શનિવારે સુરતમાં TGB હોટલમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો VIP દરબાર ચર્ચાના ચકડોળે ચડ્યો છે. બાબા બાગેશ્વરે હોટલમાં ઉદ્યોગપતિઓ માટે દરબાર લગાવ્યો હતો. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગોપીન ફાર્મ હાઉસથી નીકળી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ટીજીબી હોટેલ જવા રવાના થયા હતા. જ્યાં ટીજીબી હોટલ ખાતે ઉદ્યોગપતિઓ સાથે દરબારનું આયોજન કરાયું હતું. આ દરબાર દરમિયાન હોટલમાં મીડિયાને પ્રવેશ પર પ્રતિબંધ લાદી દેવામા આવ્યો હતો. જો કે હોટેલમાં ચાલી રહેલા દરબારના વીડિયો સામે આવતા ચર્ચા જાગી છે. એટલું જ નહીં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનુ બપોરનુ ભોજન પણ વિવાદમાં સપડાયું હતું, બાબા સાથે ભોજન કરવા પરિવાર દીઠ 50 હજાર વસૂલાયાની વાત વહેતી થતાં આ દરબાર વિવાદમાં સપડાયો હતો. હવે અમદાવાદ, રાજકોટમાં શું થાય છે તે જોવું રહ્યું.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
વેકેશનનો સારો ઉપયોગ....શાશ્વત શાળાએ બાળકોને કરાવી શારિરીક વ્યાયામની પ્રવૃતિઓ, વાલીઓને પણ કર્યાં જાગૃત | 2024-03-26 19:59:19
અમદાવાદમાં શાહ, કહ્યું રઘુવીર અવધમાં હોળી રમી રહ્યાં છે, જે અમારા માટે આનંદની વાત છે | 2024-03-25 13:52:51
ચૂંટણી મેદાન છોડનારા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, ભાજપના નેતાઓ સાથે ધંધાકીય સંબંધોના અનેક વખત થયા છે આક્ષેપો | 2024-03-22 12:52:10