Tue,17 June 2025,12:48 am
Print
header

બાબા સિદ્દીકી હત્યાકાંડ, પૂછપરછમાં સામે આવી ચોંકાવનારી માહિતી- Gujarat Post

  • Published By
  • 2024-10-19 09:43:01
  • /

Baba Siddique Murder Case: બાબા સિદ્દીકી હત્યા કેસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. પોલીસ તપાસ દરમિયાન એક હત્યારાના મોબાઈલ ફોનમાંથી પુત્ર જીશાન સિદ્દીકીનો ફોટો મળી આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર, આ ફોટો આરોપીઓ સાથે તેમના હેન્ડલરે સ્નેપચેટ એપ દ્વારા શેર કર્યો હતો.

તપાસમાં સામે આવ્યું છે કે શૂટર્સ અને કાવતરાખોરો સ્નેપચેટનો ઉપયોગ કરીને એકબીજાને મેસેજ મોકલતા હતા. લોરેન્સ ગેંગના હેન્ડલર તરફથી મળેલી સ્નેપચેટ પર સૂચનાઓ પછી આ મેસેજ ડિલિટ કરવામાં આવ્યો હતો. સાથે જ એ વાત પણ સામે આવી છે કે બાબા સિદ્દીકીને મારવા માટે પહેલા આરોપીએ 1 કરોડ રૂપિયા માંગ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપી રામ કનોજિયાએ પૂછપરછ દરમિયાન પોલીસને આ વાત કહી હતી.

બાબા સિદ્દીકી હત્યા કેસમાં શુક્રવારે ક્રાઈમ બ્રાન્ચે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી હતી.ધરપકડ કરાયેલા આરોપી રામ કનોજિયાએ જણાવ્યું કે શરૂઆતમાં શુભમ લોંકરે તેને અને નીતિન સપ્રેને બાબા સિદ્દીકીની હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. રામ કનોજિયા મહારાષ્ટ્રના રહેવાસી છે, તેમને બાબા સિદ્દીકીની હત્યા કર્યા પછી શું થઈ શકે છે તેનો ખ્યાલ હતો, તેથી તેણે આ કોન્ટ્રાક્ટ ન લેવાનું નક્કી કર્યું હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch