Wed,22 January 2025,5:18 pm
Print
header

Bz કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ રાતભર ચાલી પૂછપરછ- Gujarat Post

પોલીસ પૂછપરછમાં ઝાલાએ ખાસ સહકાર ન આપ્યો

ફરાર થયા બાદ એક મહિનામાં 3 વખત ગુજરાત આવ્યો હતો

અમદાવાદઃ ગુજરાતમાં અંદાજે રૂપિયા 6000 કરોડના BZ કૌંભાડના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલાને CID ક્રાઈમે મહેસાણાના વિસનગરના દવાડા ગામના ફાર્મ હાઉસમાંથી ઝડપી લીધો હતો. આજે કોર્ટમાં રજૂ કરાશે. સાથે જ કૌભાંડના રાઝ પણ ખુલશે.

ભૂપેન્દ્ર ઝાલાના નિવેદન સહિતની પ્રક્રિયા રાતભર ચાલી હતી. તેની સતત ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર ઝાલાએ મોટાભાગની વાતોને પોલીસ સમક્ષ રાખવાથી ઇન્કાર કર્યો હતો. શિક્ષકોને વિદેશ પ્રવાસ પર નહીં મોકલ્યા હોવાનું રટણ કર્યું હતું. CID ક્રાઇમ પહેલી વખત દરોડા કર્યા ત્યારે ઝાલા બહાર હતો.

ભૂપેન્દ્ર ઝાલાએ ઓફિસ પર ફોન કરતા કોઈએ જવાબ આપ્યો ન હતો. ભૂપેન્દ્ર ઝાલાએ કોઈ વ્યક્તિને ઓફિસ મોકલતા ખ્યાલ આવ્યો કે પોલીસની રેડ પડી છે. ભૂપેન્દ્ર ઝાલાને રેડની ખબર પડતા જ તે મધ્યપ્રદેશથી રાજસ્થાન ભાગી ગયો હતો. એક મહિના દરમિયાન મોટાભાગે રાજસ્થાનમાં રોકાયો હતો. ભૂપેન્દ્ર ઝાલા મધ્યપ્રદેશ દર્શન કરવા ગયો હતો તેવી વાતો કરી રહ્યો હતો. મહિનામાં ઝાલા એક વખત ગુજરાત આવ્યો હતો. રાજસ્થાનથી અલગ અલગ ત્રણ સિમકાર્ડ ખરીદ્યા હતા. તેમજ વોટ્સએપના માધ્યમથી તે પરિવાર અને અન્ય લોકોના સંપર્કમાં હતો.

કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપનાર કિરણસિંહની અટકાયત કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે કિરણસિંહ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં સામેલ છે કે કેમ ? તેની તપાસ શરૂ કરી છે. મળતી જાણકારી પ્રમાણે કિરણસિંહ ઝાલાને નેતા બનવું હતું જે માટે કદાચ ભૂપેન્દ્રસિંહ ઝાલાની મદદ કરી રહ્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch