Tue,17 June 2025,10:01 am
Print
header

પાકિસ્તાને ભારતના બીએસએફ જવાનને પરત સોંપ્યાં, 20 દિવસ બાદ પુર્નમ કુમાર અટારી વાઘા બોર્ડરથી પરત આવ્યાં

  • Published By
  • 2025-05-14 13:57:57
  • /

નવી દિલ્હીઃ બીએસએફ જવાન પૂર્ણમ કુમાર સાહૂ, જે 23 એપ્રિલ 2025ના રોજ પાકિસ્તાન રેંજર્સની ધરપકડમાં હતા. તેમને સંયુક્ત ચેક પોસ્ટ અટારી, અમૃતસરથી લગભગ 10.30 કલાકે ભારતને સોંપવામાં આવ્યાં હતા. આ હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે અને પ્રોટોકોલ અનુસાર થયા હતા.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. તે દરમિયાન બીએસએફ જવાન પીકે સાહૂની વતન વાપસી થઈ છે. પાકિસ્તાને તેમને ભારતને સોંપી દીધા છે. પીકે સાહૂ ભૂલથી 23 એપ્રિલના રોજ પાકિસ્તાનની સરહદમાં જતા રહ્યાં હતા. ત્યાર બાદ તેમની પાકિસ્તાની સેનાએ ધરપકડ કરી લીધા હતા. પીકે સાહૂને 21 દિવસ બાદ મુક્ત કરવામાં આવ્યાં છે.

બોર્ડર સિક્યોરિટી ફોર્સે પીકે સાહૂની વાપસીને લઈને પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. બીએસએફે જણાવ્યું કે, આજે બીએસએફના કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર સાહૂ અટારી વાઘા બોર્ડરથી ભારત આવી ગયા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં તણાવ વધ્યો છે. બંને દેશોએ મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરીને એકબીજા પર હુમલા પણ કર્યાં છે.  આતંકવાદ સામે ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. આ પછી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયો. જોકે, યુદ્ધવિરામ પછી, 14 મેના રોજ, BSF અને પાક રેન્જર્સે તેમના વિસ્તારોમાંથી પકડાયેલા સૈનિકોને શાંતિપૂર્ણ રીતે પરત કર્યા છે. ફિરોઝપુરમાં પાકિસ્તાન સરહદ પરથી પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ભારતીય સૈનિકની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ, BSF એ રાજસ્થાનમાં ભારતીય સરહદ નજીક એક પાકિસ્તાની રેન્જરને પકડ્યો હતો. સૈનિકના બદલામાં ભારતે પાક રેન્જર પણ પાકિસ્તાનને સોંપી દીધો છે.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch