Sat,17 October 2026,5:52 am
Print
header

BRICS 2026: પીએમ મોદીએ મૂક્યો સ્ટાર્ટઅપ ઇનોવેશન ફંડનો પ્રસ્તાવ, કહ્યું આપણે સાથે ચાલવું જોઇએ

  • Published By
  • 2026-09-13 12:32:43
  • /
  • બ્રિક્સ સમિટ 2026માં ભાગ લીધા બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દિલ્હીથી રવાના થયા

નવી દિલ્હી: 18મી બ્રિક્સ સમિટનો આજે બીજો અને અંતિમ દિવસ છે. બે દિવસીય સંમેલનના પ્રથમ દિવસે બ્રિક્સ સભ્ય દેશો તેમજ ભાગીદાર દેશોના નેતાઓએ વિવિધ બેઠકોમાં ભાગ લીધો હતો. BRICS સમિટ 2026ના બીજા દિવસે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, હું મારા અંગત અનુભવ પરથી કહી શકું છું કે બ્રિક્સમાં ગ્લોબલ સાઉથના દેશોનો વિશ્વાસ વધ્યો છે, કારણ કે બ્રિક્સમાં તેમનો અવાજ સાંભળવામાં આવે છે, તેમના અનુભવોનું સન્માન થાય છે અને કોઇ પણ સમસ્યાનો ઉકેલ ઝડપથી લાવવાનો પ્રયાસ થાય છે.

ઉપરાંત પીએમ મોદીએ કહ્યું, બ્રિક્સની શક્તિ આપણી વિવિધતા અને સહયોગમાં રહેલી છે. ભલે આપણે અલગ-અલગ પરિસ્થિતિઓ સાથે જોડાયેલા હોઈએ, પરંતુ સહયોગ દ્વારા આપણે સાથે મળીને આગળ વધીએ છીએ અને માનવતા માટે પ્રગતિ કરીએ છીએ. આપણી વિવિધતા જ આપણી ઓળખ બની રહે, આપણો સહયોગ આપણી પ્રેરણા બને અને આપણી પ્રગતિથી સમગ્ર માનવતાનું કલ્યાણ થાય.

BRICS સમિટ 2026ના બીજા દિવસે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. સદીઓથી આપણી માન્યતા રહી છે કે વિકાસ અને પર્યાવરણ એકબીજાના વિકલ્પ નહીં પણ પૂરક છે. બ્રિક્સમાં પણ અમે માનવ વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવા પર ભાર મૂક્યો છે. આ જ ટકાઉપણાનો આધાર છે અને આવનારી પેઢીઓ પ્રત્યે આપણી જવાબદારી પણ છે. આ દિશામાં આપણે ઘણા પાસાઓ પર પ્રગતિ કરી છે.

અમે સ્માર્ટ ગ્રીડ અને એનર્જી સ્ટોરેજ માટે 'બ્રિક્સ ડિજિટલ સેન્ટર ઓફ એક્સેલન્સ'ની સ્થાપના કરી છે, જે આપણી સ્વચ્છ ઊર્જા પ્રણાલીને વધુ વિશ્વસનીય, કાર્યક્ષમ અને સુલભ બનાવવામાં મદદ કરશે. એગ્રો-ઇકોલોજી અને રિજનરેટિવ એગ્રીકલ્ચર  માટે બનેલા સેન્ટર ઓફ એક્સેલન્સ પરંપરાગત જ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે જોડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ઇનોવેશન અંતર્ગત બ્રિક્સ ઇન્ક્યુબેટર નેટવર્ક આપણા સ્ટાર્ટઅપ્સ અને ઇન્ક્યુબેટર્સને પરસ્પર જોડશે. ઇનોવેટિવ અને સ્કેલેબલ સોલ્યુશન્સને પ્રોત્સાહન આપવા માટે અમે BRICS સ્ટાર્ટઅપ ઇનોવેશન ફંડનો પ્રસ્તાવ મૂક્યો છે. બ્રિક્સ નેટવર્ક ઓન ડિજિટલ એગ્રીકલ્ચર, ખેડૂતો માટે નવી તકો ઊભી કરશે. આના માધ્યમથી AI, જિયોસ્પેશિયલ ટેક્નોલોજી અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ખેડૂતોની વાસ્તવિક જરૂરિયાતો સાથે જોડવામાં આવશે. ટેક્નોલોજી અને ક્રિટિકલ મિનરલ્સનું  વેપનાઇઝેશન આપણી સહિયારી પ્રગતિમાં અવરોધ બની શકે છે, તેથી અમે ટેક્નોલોજી અપનાવવામાં સૌને સાથે લઈને ચાલવા પર ભાર મૂક્યો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch