Sat,14 March 2026,1:31 am
Print
header

બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા

  • Published By PANNA PATEL
  • 2026-02-17 17:19:06
  • /

ઢાકા: બાંગ્લાદેશમાં નવી સરકાર બની છે. તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. બાંગ્લાદેશને લાંબા સમયથી કોઈ નેતાની ખોટ પડી રહી હતી. કારણ કે વર્ષ 2024 માં અહીં શેખ હસીનાની સરકાર પડી ગઈ હતી. દરમિયાન ઘણી હિંસા પણ થઈ હતી.આ પછી, મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશના વચગાળાના નેતા અને મુખ્ય સલાહકાર તરીકે દેશનું નેતૃત્વ કરી રહ્યાં હતા.

સોમવારે વચગાળાના નેતા મોહમ્મદ યુનુસે તેમના પદ પરથી રાજીનામું આપ્યું

સોમવારે વચગાળાના નેતા મોહમ્મદ યુનુસે તેમના પદ પરથી રાજીનામું આપ્યું અને નવી ચૂંટાયેલી સરકારને સત્તા સોંપી. જો કે, સોમવારે રાજીનામું આપતી વખતે યુનુસે કહ્યું, વચગાળાની સરકાર આજે રાજીનામું આપી રહી છે. પરંતુ લોકશાહી, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારોની જે પ્રક્રિયા શરૂ થઈ છે તેને રોકવી જોઈએ નહીં.

BNP એ ચૂંટણીમાં જંગી વિજય મેળવ્યો

તાજેતરમાં બાંગ્લાદેશમાં ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) અને તેના નેતા તારિક રહેમાને પ્રચંડ વિજય મેળવ્યો હતો. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ 297 માંથી 209 બેઠકો જીતી હતી અને દેશમાં પોતાની સરકાર બનાવવાનો માર્ગ મોકળો કર્યો હતો. 13 મી સંસદીય ચૂંટણીમાં જમણેરી પક્ષ જમાત-એ-ઇસ્લામી (JI) એ 68 બેઠકો જીતી હતી. પદભ્રષ્ટ કરાયેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગને ચૂંટણી લડવાથી પ્રતિબંધિત કરવામાં આવી હતી.

તારિક રહેમાન વિશે જાણો

તારિક રહેમાનનો જન્મ 20 નવેમ્બર, 1965 ના રોજ ઢાકામાં થયો હતો. તારિક પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયા અને પૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાનના પુત્ર છે. તેઓ 36 વર્ષમાં દેશના પ્રથમ પુરુષ વડાપ્રધાન બન્યા છે. તેમણે 17 વર્ષ દેશનિકાલ, જેલવાસ અને રાજકીય ષડયંત્ર સહન કર્યા. આ સમય દરમિયાન તેમને કરોડરજ્જુની ગંભીર સમસ્યાઓ પણ થઈ. તેઓ 1990 થી રાજકારણમાં સક્રિય છે અને 1991 માં તેમની માતા ખાલિદાને વડાપ્રધાન બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. શેખ હસીનાના શાસન દરમિયાન તારિકને એક કેસમાં મૃત્યુદંડની સજા પણ ફટકારવામાં આવી હતી. જો કે, આ સમય દરમિયાન તે દેશનિકાલમાં હતા અને બાંગ્લાદેશ પાછા ફર્યા ન હતા અને હવે તેમના હાથમાં દેશની સત્તા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch