Fri,19 April 2024,5:27 am
Print
header

કોકેઇનના કેસમાં ફસાઇ બંગાળ ભાજપની આ સુંદર મહિલા નેતા, જાણો વધુ વિગતો

બંગાળઃ ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપની યુવા મહિલા નેતાની કોકેઇન સાથે ધરપકડ કરવામાં આવી છે. પામેલા ગોસ્વામીની શુક્રવારે પોલીસે ધરપકડ કરી લીધી છે.તે પોતાની કાર અંદર કોકેઇન લઈને જઈ રહી હતી. પોલીસે તેના મિત્ર પ્રોબિર કુમાર ડેને પણ ન્યૂ અલીપુર વિસ્તારના એનઆર એવન્યૂથી ધરપકડ કરી છે.

ભાજપ યુવા મોર્ચાના નેતા અને હુગલી જિલ્લાના મહાસચિવ પામેલા ગોસ્વામીને કોલકાતાના ન્યૂ અલીપુર માંથી લાખો રુપિયાના કોકેઇન(ડ્રગ્સ) સાથે ધરપકડ કરવામાં આવી છે. નેતાની કારમાં મોટા જથ્થામાં નશાનો સામાન મળી આવ્યો છે. પોલીસને પહેલા જ પામેલાના ડ્ર્ગ્સની લત વિશે જાણકારી હતી. સાથે જ તેના નજીકના સહયોગી અને ભાજપના નેતા પ્રબીર કુમાર ડેની પણ પોલીસે ધરપકડ કરી છે.

પોલીસે ચેકિંગ દરમિયાન ન્યૂ અલિપુર રોડ પર તેની કાર રોકી અને તલાશી લેતા પામેલાની બેગ અને કારમાંથી 100 ગ્રામ કોકેઇન મળી આવ્યું હતું.પકડવામાં આવેલા કોકેઇનની કિંમત લાખો રૂપિયાની આસપાસ છે. કારમાં તેની સાથે એક કેંદ્રીય સુરક્ષાદળનો જવાન પણ હતો, જે તેની સુરક્ષામાં તૈનાત હતો. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch