Sat,13 June 2026,3:14 pm
Print
header

ભાજપે 40 માંથી 33 બેઠકો જીતી, છતાં કોંગ્રેસે પોતાના પ્રમુખ નિયુક્ત કરી નાખ્યાં

  • Published By PANNA PATEL
  • 2026-05-25 16:34:38
  • /

આણંદ: કોંગ્રેસે ભાજપને મોટો ફટકો આપ્યો છે, કોંગ્રેસે આણંદ જિલ્લા પંચાયત પ્રમુખની બેઠક પર કબ્જો કરી લીધો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, ભાજપે 40 માંથી 33 બેઠકો જીતી હતી. કોંગ્રેસને ફક્ત 7 બેઠકો મળી હતી, પરંતુ જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસે પલટવાર કર્યો.  

કોંગ્રેસે ભાજપ પાસેથી પ્રમુખ પદ કેવી રીતે છીનવી લીધું ?

40 સભ્યોની આણંદ જિલ્લા પંચાયતમાં 33 બેઠકો સાથે ભાજપ બહુમતી ધરાવે છે. ભાજપે જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણી માટે મયુરીબેન પટેલને ઉમેદવાર બનાવ્યાં હતા, પરંતુ કોંગ્રેસે વાંધો ઉઠાવ્યાં બાદ તેમનું ઉમેદવારીપત્ર રદ કરવામાં આવ્યું. પરિણામે, કોંગ્રેસ જીતી ગઈ હતી. મયુરીબેન પટેલ મૂળ મહારાષ્ટ્રના છે અને ગુજરાતમાં પટેલ જાતિમાં લગ્ન કર્યા છે.

આણંદ જિલ્લા પંચાયત પ્રમુખની ચૂંટણી લડતી વખતે મયુરીબેન દ્વારા મહારાષ્ટ્ર સરકાર તરફથી જાતિ પ્રમાણપત્ર રજૂ કરવા સામે કોંગ્રેસ પક્ષે વાંધો ઉઠાવ્યો હતો. આણંદ જિલ્લો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ગૃહ જિલ્લો છે. 

કોંગ્રેસના ગૌરીબેન તડવી પ્રમુખ બન્યાં

આણંદ જિલ્લા પંચાયત પ્રમુખની બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. બહુમતી મેળવ્યાં બાદ, ભાજપે તેમને આ પદ માટે નામાંકિત કર્યા. કોંગ્રેસ પક્ષે આ મુદ્દે કાનૂની લડાઈમાં જોરદાર દલીલ કરી. જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ બંને પક્ષના વકીલો દ્વારા આ કેસની દલીલ કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે ગુજરાત સરકારના હાલના નિયમો હેઠળ, ગુજરાતમાં બીજા રાજ્યનું અનામત પ્રમાણપત્ર સ્વીકારી શકાતું નથી. આખરે, ભાજપના મહિલા ઉમેદવારનું ફોર્મ નામંજૂર થયું. ત્યાર બાદ, કોંગ્રેસના જિલ્લા પંચાયત સભ્ય ગૌરીબેન તડવી પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા. આ રીતે, કોંગ્રેસે 40 માંથી માત્ર 7 બેઠકો હોવા છતાં, પ્રમુખ પદ કબ્જે કરીને ભાજપને મોટો ફટકો આપ્યો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch