Mon,09 December 2024,12:41 pm
Print
header

પાટીલનો પાવર ઉતારવાનો છે...કહેનારા માવજી પટેલને ભાજપમાંથી કરાયા સસ્પેન્ડ

અમદાવાદઃ વાવ પેટા ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. ભાજપે પક્ષમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવનારા માવજી પટેલ સહિત પાંચ લોકોને ગેરશિસ્ત બદલ સસ્પેન્ડ કર્યા છે. સી. આર.પાટીલની સૂચનાથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા માવજી ચતરાભાઈ પટેલ( ડિરેક્ટર, બનાસ બેન્ક), લાલજી હમીરભાઈ ચૌધરી ( પૂર્વ ચેરમેન, ભાભર માર્કેટ યાર્ડ), દેવજી પ્રેમાભાઈ પટેલ (પૂર્વ ચેરમેન, જિલ્લા ખરીદ વેચાણ સંઘ, ડિરેક્ટર જિલ્લા ખરીદ વેચાણ સંઘ), દલરામ નાગજીભાઈ પટેલ (ચેરમેન, ભાભર માર્કેટ યાર્ડ) તથા જામા ભુરાભાઈ પટેલ (પૂર્વ મહામંત્રી, સુઇગામ તાલુકા, ભાજપને) પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેશી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

સસ્પેન્ડ કરવામાં આવ્યાં બાદ માવજી પટેલે કહ્યું, ભાજપે કોઈ હોદ્દો કે પદ અમને આપ્યું નથી. ભાજપે કંઇ આપ્યું નથી એટલે અમારી પાસેથી શું લેશે ? હું ભાજપમાં કંઈ હતો પણ નહીં, ભાજપ મને શું સસ્પેન્ડ કરવાની હતી,મેં જે દિવસે ફોર્મ ભર્યું ત્યારથી જ હું ભાજપનો નથી. મારી પાઘડીની લાજ ભગવાન રાખશે.

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસ સુધી ભાજપે ઉમેદવારનું નામ જાહેર કર્યુ ન હતું. છેલ્લી ઘડીએ સ્વરૂપજી ઠોકોરને મેન્ડેટ આપીને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યાં હતાં. ભાજપના કાર્યકર માવજી પટેલની ચૂંટણી લડવાની આશા પૂરી ન થતાં તેમણે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.ચૂંટણી પ્રચાર દરમિયાન માવજી પટેલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પર સીધો જ પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે પાટીલનો પાવર ઉતારવાનો છે. નોંધનિય છે કે કોંગ્રેસે આ બેઠક પર ગુલાબસિંહ રાજપૂતને ઉભા રાખ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch