Sat,20 April 2024,7:20 am
Print
header

રાજ્યમાં નવરાત્રીના આયોજનને લઈ સી.આર.પાટીલે શું આપ્યું નિવેદન ?

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર સતત વધી રહ્યો છે. દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે આગામી દિવસોમાં આવી રહેલી નવરાત્રી (Navratri)માં ગરબાનું આયોજન થશે કે નહી તે ચર્ચાનો વિષય છે. રાજ્યમાં ગરબાની મંજૂરી મળશે કે નહીં તેના પર બધાની નજર છે.ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે(CR Patil) નવરાત્રીમાં ગરબાના આયોજનને પરવાનગી આપવાને લઈને સૌથી મોટું નિવેદન આપ્યું છે.

આ સ્થિતિમાં જાહેર નવરાત્રી કરવી યોગ્ય નહીં

સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, કોરોનાની આ સ્થિતિમાં જાહેર નવરાત્રી(Navratri) કરવી યોગ્ય નથી. કોરોના સંક્રમણ વચ્ચે હું અંગત રીતે માનુ છું કે, નવરાત્રી ન થવી જોઇએ. ડોક્ટર્સ સહિતના તજજ્ઞો જાહેર મેળાવડાનો વિરોધ કરે છે, ત્યારે જાહેર નવરાત્રીને મંજૂરી ન આપવી જોઇએ.

સી.આર. પાટીલે જણાવ્યું કે કોરોનાના આ કપરા કાળમાં હું અંગત રીતે માનું છું કે નવરાત્રીના આયોજનો ન કરવા જોઈએ. રાજ્ય સરકાર દ્વારા જો કે હજુ સુધી નવરાત્રિ યોજવાને લઇને કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે આ મામલે પહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે(Nitin Patel) જણાવ્યું હતું કે સરકાર અભિપ્રાય લઈ રહી છે અને ખૈલૈયાઓ તેમજ ગાઇડલાઇનને સાથે રાખીને કેવી રીતે આયોજન કરી શકાય.

નોંધનિય છે કે પાટીલે રેલીઓ કર્યા પછી અનેક ભાજપના નેતાઓ કોરોના પોઝિટિવ બન્યાં છે, ત્યારે હવે પોતાને પણ કોરોના આવ્યાં પછી તેઓ કોરોનાને લઇને જાગૃત થયા હોય તેમ લાગી રહ્યું છે, જેથી સલાહ આપી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch