Tue,17 June 2025,10:28 am
Print
header

પેટા ચૂંટણીઃ ભાજપના સ્ટાર પ્રચારકોના લિસ્ટમાંથી હાર્દિક પટેલની બાદબાકી - Gujarat Post

  • Published By
  • 2025-06-04 20:04:25
  • /

કડીમાંથી ભાજપે રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે

વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે

23 જૂને બંને બેઠકોના પરિણામ જાહેર થશે

રાજકોટઃ ગુજરાતમાં 19 જૂને વિસાવદર અને કડી વિધાનસભા સીટની પેટા ચૂંટણી યોજાશે. આ માટે ભાજપ દ્વારા 40 સ્ટાર પ્રચારકોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં હાર્દિક પટેલના નામની બાદબાકી કરવામાં આવી છે. હાર્દિકનું નામ સ્ટાર પ્રચારકમાં ન હોવાથી અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. વિસાવદર બેઠક પાટીદારોનો ગઢ માનવામાં આવે છે અને પાટીદાર અનામત આંદોલનની અસર અહીં પણ જોવા મળી હતી.

ભાજપ દ્વારા જાહેર કરાયેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા અને સાંસદ પરષોત્તમ રૂપાલા પણ ભાજપના ઉમેદવારો માટે જોરશોરથી પ્રચાર કરશે. યાદીમાં સામેલ અન્ય દિગ્ગજ નેતાઓમાં નિમુબેન બાંભણિયા, જીતુ વાઘાણી, ગોરધન ઝડફિયા, ડૉ. ભરત બોઘરા, નંદાજી ઠાકોર, વર્ષાબેન દોશી, રજની પટેલ, વિનોદ ચાવડા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર. સી. ફળદુ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, રાજેશ ચુડાસમા, પ્રશાંત કોરાટ, ગૌતમ ગેડિયા, મયંક નાયક, દીપિકા સરદવા, ઉદય કાનગડ, લવિંગજી ઠાકોર, શંભુનાથજી ટુંડિયા, હીરા સોલંકી, જયેશ રાદડિયા, ડૉ. પ્રદ્યુમન વાજા, ડૉ. સંજય દેસાઈ, ગિરીશ રાજગોર, ચંદુ મકવાણા, દિલીપ પટેલ અને વંદના મકવાણાનો સમાવેશ થાય છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch